બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:23 PM, 15 July 2024
આજકાલ લોકો ખુશ ઓછા રહે છે પણ દુઃખી અને ડિપ્રેશ વધુ રહે છે. કોઈ પણ વ્યક્તિ દરરોજ ખુશ નથી રહી શકતો કારણે લોકોને કોઈને કોઈ કારણોસર સ્ટ્રેસ થતો રહે છે પણ આ દુનિયામાં એક એવી વ્યક્તિ છે જે હંમેશા ખુશ રહે છે અને તેને દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ વ્યક્તિ છે જેફ રિટ્ઝ. જેફ હંમેશા ખુશ રહે છે અને તેના ચહેરા પર ક્યારે ઉદાસીનતા નથી જોવા મળતી. સાથે ખુશ રહેવાને કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. જેફ અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે અને યુએસ એરફોર્સના રિટાયર્ડ ઓફિસર છે.
ADVERTISEMENT
જેફ માત્ર વિશ્વની સૌથી ખુશ વ્યક્તિ જ નથી આ સાથે જ તેની પાસે સૌથી વધુ દિવસો સુધી ડિઝનીલેન્ડની મુસાફરી કરવાનો વિશ્વ રેકોર્ડ પણ છે.. અમેરિકના આ વ્યક્તિએ 2995 વખત ડિઝનીલેન્ડનીની મુલાકાત લીધી હતી આજ સુધી કોઈ લોકોએ આટલી વખત ડિઝનીલેન્ડની મુલાકાત નથી લીધી આ કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધને ગયું છે. અને ડિઝનીલેન્ડને દુનિયાનું મોસ્ટ હેપી પ્લેસ કહવામાં આવે છે . એટલે લોકો જેફને પણ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ કહે છે.
પોતાની કહાની વિશે જણાવતા જેફે કહ્યું હતું કે તેને ડિઝનીલેન્ડની સફર 2012 થી શરૂ થઈ હતી. યુએસ એરફોર્સમાંથી રિટાયર્ડ થયા બાદ તેની પાસે કોઈ નોકરી નહતી અને કેલિફોર્નિયાના અલગ અલગ પાર્કમાં ફરતો.. એ સમયે તેને સમજાયું કે પાર્કમાં ફરવાથી વ્યક્તિ તેના તમામ દુ:ખ ભૂલી જાય છે અને ખુશ રહેવા લાગે છે. કુદરતની નજીક રહેવાથી દુઃખ દૂર રહે છે અને આ વિચાર સાથે જ જેફ ઘણી વખત પાર્કમાં ફરતી વખતે રાત્રે ત્યાં સૂઈ જતો હતો.
કુલ આઠ વર્ષ, ત્રણ મહિના અને 13 દિવસમાં જેફ 2,995 વખત ડિઝનીલેન્ડ જઈ આવ્યો હતો અને આ થીમ પાર્કની આટલી મુલ્કત બદલ તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.