બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / આ મંદિરમાં હનુમાન દાદાની સામે થાય છે દલીલો, બજરંગબલી આપે છે ચુકાદો

અજબ ગજબ / આ મંદિરમાં હનુમાન દાદાની સામે થાય છે દલીલો, બજરંગબલી આપે છે ચુકાદો

Last Updated: 01:19 PM, 31 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ કોઈ લોકો ઝઘડે છે ત્યારે એકબીજાને કોર્ટમાં લઈ જવાની ધમકી આપે છે પણ શું તમને ખબર છે કે આપણાં ભારતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં અદાલત ભરાય છે અને ત્યાંનાં જજ છે 'હનુમાન દાદા..'

આમ તો બજરંગ બલિના દરેક મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે પરંતુ મધ્યપ્રદેશના રીવા શહેરમાં બજરંગબલીનું એક એવું મંદિર આવેલું છે જેને લઈને માન્યતા છે કે અહીં દર મંગળવાર અને શનિવારે ભગવાનની કોર્ટ ભરાય છે અને હનુમાનજી પોતે અહીં ન્યાય કરે છે. આ મંદિર ચિરહુલા મંદિર તરીકે ઓળખાય છે અને ભક્તોની માન્યતા છે કે, અહીં હનુમાનજી પોતાના દરબાર એટલે કે અદાલતમાં તેમના દુ:ખ અને સમસ્યાઓનું નિવારણ કરે છે. અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોને ન્યાય આપે છે. આ માન્યતાને કારણે અનેક સદીઓથી ભક્તો પોતાની મનોકામનાઓ સાથેઆ ઐતિહાસિક મંદિરના દર્શને આવે છે.

કહેવાય છે કે લગભગ 500 વર્ષ પહેલા ચિરૌલ દાસ મહારાજ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને તેમના નામ પરથી મંદિરનું નામ ચિરહુલા રાખવામાં આવ્યું હતું. આ મંદિરને લોકો જિલ્લા અદાલત કહે છે. કહેવય છે કે આ મંદિરથી થોડે દૂર રામસાગરનું મંદિર આવેલું છે અને ભક્તોની એવી માન્યતા છે કે જે વ્યક્તિની વાત ચિરહુલા મંદિરમાં એટલે કે જિલ્લા અદાલતમાં સાંભળી શકાતી નથી, તે ભક્તો રામસાગર મંદિરમાં પોતાની અરજી દાખલ કરે છે.

આ જ કારણ છે કે રામસાગર મંદિરને હાઈકોર્ટ દરબાર કહેવામાં આવે છે. અને અહીં અરજી કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ જો અહીં પણ ઈચ્છાઓ પૂરી ન થાય તો ભક્તોએ સુપ્રીમ કોર્ટ એટલે કે ખેમસાગર દરબારમાં જવું પડે છે. માન્યતાઓ અનુસાર અહીં આવનાર દરેક ભક્તની પીડા દૂર થઈ જાય છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય મંદિર એક જ દિશામાં આવેલા છે.

વધુ વાંચો: VIDEO: એક ખેડૂત આખી ટ્રેનનો માલિક બની ગયો! ભારતીય રેલ્વેના ઈતિહાસમાં સૌથી વિચિત્ર કિસ્સો

ત્યાંનાં પૂજારીઓનું કહેવું છે કે અત્યારે બધુ સરળ થઈ ગયું છે પરંતુ 30-40 વર્ષો પહેલા લોકો કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જવાથી ડરતા હતા અને અહીંના લોકો પાસે આટલા રૂપિયા પણ નહતા. એ સમયે ત્યાંનાં લોકો અહીં ભગવાનના દરબારમાં અરજીઓ કરતાં અને બજરંગબલી સામે દલીલ કરતાં એ બાદ પૂજારીઓ ભગવાનના આશીર્વાદથી એમના વિવાદ પર નિર્ણય આપતા જે બંને પક્ષો ખુશીથી સ્વીકારતા હતા. કહેવાય છે કે તમામ ભક્તોની ઈચ્છાઓ માત્ર ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે ચિરહુલા મંદિરમાં જ પૂરી થાય છે અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં બહુ ઓછી અરજીઓ દાખલ કરવામાં આવે છે. આ જ કારણ છે કે સૌથી વધુ ભીડ ચિરહુલા મંદિરમાં રહે છે. જ્યારે પણ ચિરહુલા મંદિરમાં કોઈ ભક્તની ઈચ્છા પૂરી થાય છે, ત્યારે લોકો ત્યાં રામચરિત માનસનો પાઠ કરે છે અને ભંડારાનું પણ આયોજન કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Chirahula Hanuman Mandir Ajab Gajab
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ