બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / VIDEO: એક ખેડૂત આખી ટ્રેનનો માલિક બની ગયો! ભારતીય રેલ્વેના ઈતિહાસમાં સૌથી વિચિત્ર કિસ્સો

અજબગજબ / VIDEO: એક ખેડૂત આખી ટ્રેનનો માલિક બની ગયો! ભારતીય રેલ્વેના ઈતિહાસમાં સૌથી વિચિત્ર કિસ્સો

Last Updated: 11:40 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો પાસે પોતાની કાર, પોતાની બાઇક પોતાનું ઘર અને પોતાનું પ્રાઇવેટ પ્લેન હશે એવું તો તમે સાંભળ્યું હશે પણ શું તમને ખબર છે કે આપણાં ભારતમાં એક એવી વ્યક્તિ છે જેની પાસે પોતાની એક ટ્રેન છે..!પણ આવું કેવી રીતે શક્ય બને, ચાલો જાણીએ..

ઘણા દેશોમાં રેલ્વે ખાનગી બની ગઈ છે, આપણે ત્યાંય થોડે ઘણે અંશે આ પ્રક્રિયા ચાલી રહી છે.. પણ મોટા ભાગની ટ્રેન હજુ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એવામાં થોડા વર્ષો પહેલા લુધિયાણામાં રહેતો એક ખેડૂત અચાનક ટ્રેનનો માલિક બની ગયો હતો અને આ બધુ થયું ભારતીય રેલવેની એક ભૂલને કારણે.. પણ એ ભૂલ શું હતી..?

આ વાત છે લુધિયાણાના કટાણા ગામમાં રહેતા ખેડૂત સંપૂર્ણ સિંહની, જે દિલ્હીથી અમૃતસર જતી સંપૂર્ણ શતાબ્દી એક્સપ્રેસનો માલિક છે.. રિપોર્ટ અનુસાર વર્ષ 2007 માં લુધિયાણા ચંદીગઢ રેલ્વે લાઇનનાલાઈન તૈયાર કરવા માટે રેલવેએ તે સમયે ઘણા ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી અને આ ખેડૂત પાસે 25 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવે જમીન ખરીદવામાં આવી હતી. પરંતુ સમસ્યા ત્યારે થઈ જ્યારે સંપૂર્ણન સિંહને ખબર પડી કે નજીકના ગામમાં રેલ્વે દ્વારા 71 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવે જમીન ખરીદવામાં આવી છે. પછી શું આ ખેડૂત ફરિયાદ લઈને કોર્ટમાં પહોંચ્યો હતો.

સંપૂર્ણ સિંહની અરજી પર કોર્ટે વળતરની રકમમાં વધારો કર્યો હતો અને જાન્યુઆરી 2015માં કોર્ટે વળતર 25 લાખ રૂપિયા પ્રતિ એકરથી વધારીને 50 લાખ રૂપિયા કર્યું હતું. જેના કારણે વળતર 1.47 કરોડ રૂપિયા થઈ ગયું, પરંતુ રેલવેએ માત્ર 42 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એ બાદ સંપૂર્ણ સિંહે ફરી કેસ દાખલ કર્યો. વર્ષ 2017માં લુધિયાણા કોર્ટને ખબર પડી કે રેલવે એ 2015માં આપવામાં આવેલ કોર્ટના આદેશની અવગણના કરી છે, જેમાં કોર્ટે રેલ્વેને વધારાના વળતરની બાકીની રકમ 1.05 કરોડ રૂપિયા ખેડૂતને સોંપવાનો આદેશ આપ્યો હતો. એ બાદ ન્યાયાધીશએ ટેકનિકલ આધાર પર ખેડૂતને આખે આખી ટ્રેન સોંપવા કહ્યું હતું.

વધુ વાંચો: VIDEO: એક એવું વૃક્ષ જેની સારસંભાળ માટે વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે સરકાર

આ નિર્ણય બાદ સંપૂર્ણ સિંહ વકીલો સાથે સ્ટેશન પર પહોંચ્યા અને ટ્રેન જપ્ત કરી લીધી જો કે થોડી જ મિનિટોમાં સેક્શન એન્જિનિયરે ટ્રેનને છોડાવી અને કહ્યું કે આને કારણે સેંકડો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે અને ભારતીય રેલ્વેને બદલે આ ટ્રેન કોર્ટની મિલકત બની ગઈ છે સાથે જ સંપૂર્ણ સિંહ હજુ પણ આ ટ્રેનના માલિક છે.

સંકળાયેલા મુદ્દાઓ

Swarna Shatabdi Train Ajab Gajab Ajab Gajab News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ