બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aishwarya rai bachchan to shilpa shetty and more bollywood celebs celebrate christmas 2022

સેલિબ્રેશન / બોલીવુડમાં ક્રિસમસની ધૂમ, ઐશ્વર્યા રાયથી લઇને શિલ્પા શેટ્ટી સહિત આ સેલિબ્રિટીઓએ કરી ઉજવણી

Premal

Last Updated: 02:35 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના તમામ ફિલ્મી સેલિબ્રિટીઓ ક્રિસમસ 2022ની ખૂબ ધૂમધામથી ઉજવણી કરી રહ્યાં છે. આવો જાણીએ બોલીવુડ સેલિબ્રિટીઓએ કઈ રીતે આ વખતે ક્રિસમસને સેલિબ્રેટ કર્યો છે.

  • બોલીવુડ સેલિબ્રિટીઓએ ક્રિસમસ 2022ની ધૂમધામથી કરી ઉજવણી
  • જાણો, બોલીવુડ સેલિબ્રિટીઓએ કઈ રીતે ક્રિસમસ સેલિબ્રેટ કર્યો
  • ઐશ્વર્યા રાય અને શિલ્પા શેટ્ટીએ કરી ઉજવણી

બોલીવુડ સેલિબ્રિટીઓએ તસ્વીરો અને વીડિયો શેર કર્યા

વિશ્વભરમાં ક્રિસમસ 2022ની ખૂબ ધૂમધામથી ઉજવણી કરાઈ રહી છે. બોલીવુડ સેલિબ્રિટીઓ ક્રિસમસને પોતાના અંદાજમાં મનાવી રહ્યાં છે. આ દરમ્યાન ઐશ્વર્યા રાય બચ્ચન અને શિલ્પા શેટ્ટી સહિત તમામ સેલિબ્રિટીઓએ ક્રિસમસ સેલિબ્રેશનની લેટેસ્ટ તસ્વીરો અને વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. 

ઐશ્વર્યા રાયે ક્રિસમસ 2022ની કરી ઉજવણી 

ક્રિસમસ 2022ને ધ્યાનમાં રાખી હિન્દી સિનેમાની સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ તસ્વીરને શેર કરી છે. ઐશ્વર્યા રાયની આ ફોટો ક્રિસમસ સેલિબ્રેશન વખતની છે, એશની આ તસ્વીરમાં તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ દેખાઈ રહી છે. ફોટોના કેપ્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચને લખ્યું છે કે બધાને મેરી ક્રિસમસ અને ઘણો બધો પ્રેમ, શાંતિ, પ્રેમ, સારું સ્વાસ્થ્ય અને ઈશ્વરનો આશીર્વાદ બધાની પર રહે. 

શિલ્પા શેટ્ટીએ ક્રિસમસની કરી ઉજવણી

આ સિવાય અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના પરિવારની સાથે ક્રિસમસની ઉજવણી કરી છે. આ પ્રસંગનો એક વીડિયો શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે શિલ્પાએ પોતાના પ્રશંસકોને ક્રિસમસ 2022ની શુભેચ્છા પણ આપી છે. સોશિયલ મીડિયામાં ઐશ્વર્યા રાય બચ્ચન અને શિલ્પા શેટ્ટીની ક્રિસમસ સેલિબ્રેશન દરમ્યાનની આ ફોટો- વીડિયો ખૂબ પસંદ કરાઈ રહ્યો છે.  

આલિયાએ પણ ક્રિસમસની પરિવાર સાથે ઉજવણી કરી 

હિન્દી સિનેમાની સુપરસ્ટાર આલિયા ભટ્ટે પોતાના પરિવાર સાથે ક્રિસમસ 2022ની ઉજવણી કરી છે. આ દરમ્યાન આલિયા ભટ્ટ, રણબીર કપૂર, નીતુ સિંહ અને સોની રાજદાન સહિત અન્ય પરિવારના સભ્યોની લેટેસ્ટ તસ્વીરો સામે આવી છે. આ ઉપરાંત અભિનેત્રી કંગના રનોત અને સાન્યા મલ્હોત્રાએ પણ ક્રિસમસ સેલિબ્રેશનની લેટેસ્ટ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તમામ સેલિબ્રિટીઓની તસ્વીરોને તેના ચાહકો પસંદ કરી રહ્યાં છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Bachchan Alia Bhatt Christmas 2022 Christmas Celebration Shilpa Shetty Christmas Celebration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ