બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / ધૂમ ફિલ્મમાં ઋતિકને કિસ કરતાં સીન પર એશ્વર્યા શું બોલી હતી? કહ્યું બંનેએ નક્કી કર્યું હતું કે
Last Updated: 12:32 AM, 11 August 2024
વર્તમાન સમયમાં દરેક ફિલ્મમાં એક તો કિસીંગ સીન હોય છે અને તે સામાન્ય બની ગયું છે. હાલ દરેક અભિનેતા અને અભિનેત્રી કિસ કરતાં જોવા મળે છે. પણ તમને ખબર છે કે એશ્વર્યા રાય બચ્ચન અને ઋતિક રોશનની ધૂમ ફિલ્મનો કિસીંગ સીન થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી, જેમાં ફેન્સને એશ્વર્યા રાય બચ્ચન અને ઋતિક રોશનની કેમેસ્ટ્રી ખૂબ પસંદ પણ આવી હતી. તે સમયમાં એશ્વર્યાને આ સીન વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તમને જવાબમાં કહ્યું હતું કે આ સીન વખતે હું કમ્ફર્ટેબલ હતી. જે ઇંટરવ્યૂ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
કિસીંગ સીનને લઈને એશ્વર્યાનો જવાબ
ADVERTISEMENT
2016ના ફિલ્મફેરમાં એશ્વર્યાએ જણાવ્યું હતું કે તેમની માટે સીન કઈ આશ્ચર્યજનક નથી લાગતું. તેમણે એ પણ કહ્યું હતું કે 'આ ફિલ્મ મારા કરિયારના 10 વર્ષ પછી આવી હતી અને એ સમયે ચુંબન પરિચિત હતું. બદલાતા સમય અને જવાબદારીની ભાવના સાથે વિચારી શકો છો કે શું આશ્ચર્યજનક છે અને નથી. સોશિયલ અને વિઝ્યુઅલ સમય સાથે બદલાઈ જાય છે. ધૂમ ફિલ્મ સમયે અમે નક્કી કર્યું હતું કે આ કિસને એક સીનના રૂપમાં જ કરીશું, અને કિસ સાથે એક ડાયલોગ પણ હતો'.
મળ્યા હતા લીગલ નોટિસ
2012 માં એશ્વર્યાએ ડેલિમેલમાં જણાવ્યું હતું કે 'જ્યારે મે કિસ સીન કર્યો હતો ત્યારે મને ઘણા લીગલ નોટિસ આપવામાં આવ્યા હતા કે તમે અમારી છોકરીઓ માટે એક ઉદાહરણ છો અને તમારો આ સીન જોઈને કમ્ફર્ટેબલ નથી'.
પ્રોફેશનલ લાઈફ
વધુ વાંચો: તિરંગાની રિમેક બનાવી રહ્યો છે બૉલીવુડનો ખેલાડી? સત્ય દાવાથી તદ્દન જુદું
એશ્વર્યા રાયના પ્રોફેશનલ જીવન વિશે વાત કરીએ તો મનીરત્નમાં દ્વારા બનાવમાં આવેલી ફિલ્મ પોનીયન સેલ્વન 2 માં જોવા મળી હતી. જ્યારે હિન્દી ફિલ્મની વાત કરીએ તો 2018 માં બનેલી ફન્ને ખાન ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પૂરી થાય પછી એશ્વર્યા રાય કોઈ પણ હોલીવુડ ફિલ્મમાં જોવા મળી ન હતી કે કોઈ પ્રોજેક્ટ પર કામ ચાલુ હોય તેવી જાહેરાત પણ નથી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.