બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ગ્રે ડિવોર્સ થશે? જાણો ગ્રે ડિવોર્સનો મતલબ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:31 PM, 24 July 2024
1/5
છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. એક પછી એક એવી વાતો આવી રહી છે, જેના કારણે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. થોડા સમય પહેલા અભિષેક બચ્ચને છૂટાછેડાની પોસ્ટને લાઈક કરી હતી, જેના કારણે પણ આ મામલો વધ્યો હતો.
2/5
અભિષેક અને અશ્વર્યા રાય વચ્ચે અણબનાવ હોવાનું કહેવાય છે. તાજેતરમાં અભિષેકએ લાઇક કર્યુ તે ચિત્ર ગ્રે છૂટાછેડા સાથે સંબંધિત હતું, જેમાં તૂટેલા હૃદયનો ફોટો બનાવવામાં આવ્યો હતો. ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, 'છૂટાછેડા કોઈના માટે સરળ નથી, જે હંમેશા ખુશ રહેવાનું સપનું નથી જોતો'.
3/5
ગ્રે-ડિવોર્સ વિશે અભિષેકની પોસ્ટને લાઈક કર્યા પછી ગ્રે-ડિવોર્સ શું છે તેની ચર્ચા ચાલી રહી છે. જો પરિણીત યુગલો વચ્ચે મનમેળ ના રહે તો તેઓ છૂટાછેડા લઈ લે છે. ઘણી વખત લગ્ન અને સાથે રહેવાના 5-10 વર્ષ પછી પણ વાત ન બને તો લોકો છૂટાછેડા લઈ લે છે. પરંતુ આજકાલ વૃદ્ધાવસ્થામાં પણ છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. જો કે પશ્ચિમી દેશોમાં આ ચલણ વધુ છે, પરંતુ હવે ભારતમાં પણ તે ધીમે ધીમે વધી રહ્યું છે.
4/5
ગ્રે-ડિવોર્સ એટલે એને કહેવાય છે જ્યારે લોકો લગ્નના ઘણા વર્ષો પછી એટલે કે 40-50 વર્ષ પછી છુટાછેડા લેતા હોય છે. આ યુગલો લાંબો સમય સાથે વિતાવ્યા બાદ એકબીજાથી અલગ થવાનું નક્કી કરે છે. લગ્નના આટલા વર્ષો પછી બાળકો પણ મોટા અને સમજદાર બને છે. જો કે આટલા વર્ષો સુધી સાથે રહ્યા પછી તમારા પાર્ટનરથી અલગ થવું સહેલું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ