બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ઐશ્વર્યા અને અભિષેકના થશે તલાક! બિગ બીના વીડિયોથી મળ્યો મોટો ઈશારો, ચાહકોએ કહ્યું વાત કન્ફર્મ

બોલીવુડ / ઐશ્વર્યા અને અભિષેકના થશે તલાક! બિગ બીના વીડિયોથી મળ્યો મોટો ઈશારો, ચાહકોએ કહ્યું વાત કન્ફર્મ

Last Updated: 08:18 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાના સમાચારો આવી રહ્યા છે. પરંતુ હવે અમિતાભ બચ્ચનના માધ્યમથી ફેન્સને તેમના છૂટાછેડા અંગે મોટો સંકેત મળ્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવા છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી છે. જોકે અત્યાર સુધી કપલ કે તેના પરિવાર તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું. ત્યારે હવે અમિતાભ બચ્ચને એવું કંઈક કર્યું કે જેના કારણે ઐશ્વર્યા અને અભિષેકના છુટાછેડાની ખબરોને કન્ફોર્મ માનવામાં આવી રહી છે.    

abhishek-bacchan-birthday

અમિતાભ બચ્ચન અત્યારે KBC 16 ના હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે. 11 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ હતો અને તેમને આ ખાસ દિવસે KBC 16ના મંચ પર સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન એક વિડીયો ચલાવ્યો જેમાં અમિતાભ બચ્ચનના ઘરવાળાઓએ એક સ્પેશિયલ મેસેજ સાથે તેમને બર્થ ડે વિશ કર્યો છે.

બર્થ ડે વિડીયોથી ગાયબ રહી ઐશ્વર્યા રાય  

આ વિડીયોમાં અમિતાભ બચ્ચનના આખા પરિવાર વિશ સામેલ હતી. આ વિડીયોમાં જયા બચ્ચન, શ્વેતા નંદા બચ્ચન, અગત્સ્ય નંદા અને નવ્યા નંદા અભિનંદન અપાતા હતા અને આરાધ્યા અમુક ફોટોસમાં હતી, પરંતુ ઐશ્વર્યા રાય ક્યાય નહતી. એવામાં ફેન્સ સોશિયલ મીડિયા પર આ વાત તરફ ઈશારો કરી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા છૂટાછેડા લઇ રહ્યા છે.  

PROMOTIONAL 8

ફેન્સે કર્યો ડિવોર્સનો દાવો

જોકે ઐશ્વર્યા રાયે 11 ઓક્ટોબરે મોડી રાત્રે અમિતાભ બચ્ચન માટે બર્થ ડે પોસ્ટ કરી હતી. આને એક યુઝરે રેડિટ પર શેયર કરીને લખ્યું, 'જો કોઈએ આજનો KBC એપિસોડ જોયો હોય, તો તેણે લગભગ છૂટાછેડાની પુષ્ટિ કરી હતી, વિડિયોમાં એશની એક ઝલક પણ જોવા મળી ન હતી.'  

Untitled-1

બીજાએ લખ્યું, 'કેબીસીમાં આજે સાબિત થઈ ગયું, એશ સિવાય દરેકના સ્નિપેટ ત્યાં હતા. આ સિવાય તેમને નવ્યા,અગસ્ત્યને બોલતા બતાવ્યા છે પરંતુ આરાધ્યાની અમુક સેકંડની ફોટોસ છે, એશનું નામો નિશાન પણ નથી.'

વધુ વાંચો : અવનીત કૌરનું મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેશન, બેકલેસ ડ્રેસમાં બોલ્ડનેસની સાથે ગ્લેમરસ અંદાજ

'દરેકને ખબર છે કે તેઓ અલગ થઇ ગયા છે'

આ સિવાય વ્યક્તિએ લખ્યું, 'તેની પાસે કોઈ તાજેતરની ફોટો નથી કારણે કે તે મુશ્કેલથી સાથે હોય છે. ખબર નથી તેમને આ બેકાર જન્મદિવસની શુભકામનાઓ કેમ કરી? દરેકને ખબર છે કે તેઓ અલગ થઇ ગયા છે, એબી સીનીયર ક્યારેય આરાધ્યા વિષે વાત નથી કરતા, બચ્ચન પરિવારમાંથી કોઈ પણ તેને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા. તેઓ શા માટે દેખાડો કરે છે?'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Abhishek Bachchan Amitabh Bachchan Birthday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ