ટેલીકોમ સેક્ટરમાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી આકર્ષક ઓફર રજૂ કરે છે. આ પ્રકારની ઓફર એરટેલ આપી રહી છે જેમાં યૂઝને માત્ર 9 રૂપિયામાં ઘણું બધું મળી રહ્યું છે. આ મજાક નથી પણ હકીકત છે. ટેલીકોમ સેક્ટરની દિગ્ગજ કંપની એરટેલ પોતાના ગ્રાહકોને 9 રૂપિયાની પ્રીપેડ કોમ્બો પેક આપી રહી છે. આ પ્લાનમાં યૂઝરને 10 રૂપિયાનો ટોકટાઇણ પણ મળ છે.
સાથે જ યૂઝરને 100MB 3G/4G ડેટા મળે છે પરંતુ સૌથી ખાસ વાત એ છે કે આ ઓફરમાં ગ્રાહકને એક દિવસ માટે અનલિમિટેડ એસટીડી અને લોકલ કોલિંગ મળે છે. 9 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 100 નેશનલ SMS પણ મળે છે. એરટેલના આ પ્લાનની મર્યાદા 1 દિવસની છે.
એટલે કે તમે એક દિવસ માટે કોઅ સસ્તો પ્લાન શોધી રહ્યા છો તો આનાથી સારો પ્લાન મળી શકશે નહીં. નોંધનીય છે કે હાલમાં ટેલીકોમ સેક્ટરમાં સસ્તાથી સસ્તા પ્લાન પ્રદાન કરવાની હરિફાઇ લાગેલી છે. એરટેલ જિયોને ટક્કર આપવા માટે ઘણા સારા પ્લાન રજૂ કરી ચૂકી છે.
કંપનીએ તાજેતરમાં ડ 558 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. એરટેલના આ પ્લાનમાં યૂઝરને 83 જિવસ માટે 246 GB ડેટા મળી રહ્યો છે.