બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / airtel recharge plan vs jio recharge plan vs vodafone idea plans 2gb data packs know benefits offered

PLAN / જાણો એરટેલ, Jio અને વોડાફોનમાં કઈ કંપનીનો પ્લાન બેસ્ટ, રોજ મળશે 2 GB ડેટા

Bhushita

Last Updated: 12:53 PM, 27 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રોજના 2 GB હાઈ સ્પીડના ડેટાની સાથે પ્રીપેડ પ્લાનની શોધમાં છો તો અમે તમને જણાવી રહ્યા છીએ એરટેલ, જિઓ અને વોડાફોનના પ્લાન્સમાં કોનો પ્લાન બેસ્ટ છે. જાણી લો દરેક પ્લાનની સરખામણી.

  • પ્રીપેડ પ્લાનને માટે બેસ્ટ છે આ પ્લાન્સ
  • એરટેલ, જિઓ અને વોડાફોન-આઈડિયા કંપની આપે છે આ સુવિધાઓ
  • જાણી લો 3 કંપનીઓમાં કયો પ્લાન લેવા માટે છે બેસ્ટ

રિલાયન્સ જિઓ પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જિઓની પાસે 2 જીબી ડેટા પ્લાનની સાથે આવનારા 3 પ્રીપેડ પ્લાન મળી રહે છે. આ પ્લાન્સ રોજના 100 એસએમએસ, અનલિમિટેડ ઓનનેટ (જિઓ ટૂ જિઓ) કોલિંગ, એફયૂપી લિમિટની સાથે ઓફ-નેટ કોલિંગ અને જિયો એપ્સના એક્સેસની સાથે આવે છે. 

JIO 249 પ્લાન

રિલાયન્સ જિઓના પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનની સાથે કુલ 5 જીબીનો ડેટા મળે છે. અન્ય નેટવર્ક પર કોલને માટે એફયૂપી લિમિટી સાથે 1000 મિનિટ્સ મળે છે. 

JIO 444 પ્લાન

રિલાયન્સ જિઓના આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેનો અર્થ એ છે કે પ્લાનની સાથે કુલ 112 જીબી ડેટા મળે છે. અન્ય નેટવર્ક પર કોલને માટે એફયૂપી લિમિટની સાથે 2000 મિનિટ્સ મળે છે. 

JIO 599 પ્લાન

રિલાયન્સ જિઓના આ પ્લાનની સાથે 84 દિવસની વેલિડિટી મળે છે. તેનો અર્થ એ છે કે આ પ્લાનની સાથે કુલ 168 જીબીનો ડેટા મળે છે. અન્ય નેટવર્ક પર કોલ માટે એફયૂપી લિમિટની સાથે 3000 મિનિટ્સ પણ મળે છે. 


એરટેલના પ્રીપેડ પ્લાન

એરટેલની પાસે 2જીબી ડેટાની સાથે આવનારા 4 પ્રીપેડ રીચાર્જ પ્લાન મળી રહે છે. હવે તમે જાણી લો કે આ પ્લાનની સાથે શું ફાયદા મળે છે. 

આ પ્લાન દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને સાથે રોજના 100 એસએમએસની સુવિધા સાથે આવે છે. આ પ્લાન્સમાં અંતર ફક્ત વેલિડિટી, વધારે ફાયદા અને કિંમતનું છે. 

એરટેલ 298નો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. એરટેલ યૂઝરને આ પ્લાનની સાથે 4 અઠવાડિયાના ફ્રી શો એકેડમી કોર્સ, વિંક મ્યૂઝિક અને એરટેલ Xstream એપ પ્રીમિયમનો એક્સેસ મળી રહે છે. 

એરટેલ 349નો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનની સાથે અમેઝોન પ્રાઈમનું એક્સેસ પણ મળે છે. અન્ય બેનિફિટ્સ 298 પ્લાનના જેવો જ છે. ફાસ્ટેગ ખરીદવા માટે 150 રૂપિયાનું કેશબેક પણ મળે છે. 

એરટેલ 449નો પ્લાન

આ એરટેલ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. પ્લાનની સાથે 4 અઠવાડિયાનો ફ્રી શો એકેડેમી કોર્સ, એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ અને વિંક મ્યુઝિયમનું એક્સેસ પણ મળે છે. ફાસ્ટેગ ખરીદવા માટે 150 રૂપિયાનું કેશબેક મળે છે. 

એરટેલ 698નો પ્લાન

449ની સાથેના પ્લાનના સમાંતર આ પ્લાન છે. તે તમામ બેનિફિટ આ પ્લાનમાં મળે છે. ફરક એટલો જ છે કે આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. 

વોડાફોન- આઈડિયા પ્રીપેડ પ્લાન્સ

વોડાફોન- આઈડિયાની પાસે પણ રોજના 2 જીબી ડેટાની સાથે આવનારા 3 પ્લાન્સ છે. હવે તમને આ પ્લાન્સની જાણકારી અને ફાયદા જણાવીશું. 

વોડાફોન -આઈડિયા 299 પ્લાન

આ પ્લાનની વેલિડિટી 28 દિલસની છે. તેમાં રોજના 2 જીબી ડેટા સિવાય રોજના 100એસએમએસ, વોડાફોન પ્લે અને ઝી5નું એક્સેસ મળે છે. દરેક નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા પણ મળે છે.

વોડાફોન -આઈડિયા 449 પ્લાન

પ્લાનની વેલિડિટીની વાત કરીએ તો તે 56 દિવસની છે. રોજના 2જીબી ડેટાની સાથે 100 એસએમએસ, દરેક નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા પણ મળે છે. અન્ય બેનિફિટ્સમાં વોડાફોન પ્લે અને ઝી5નું એક્સેસ મળે છે. 

વોડાફોન-આઈડિયા 669 પ્લાન

આ પ્લાનમાં 449ના પ્લાનના દરેક ફાયદા મળે છે. ફરક એટલો છે કે આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2 જીબી 2GB Data Airtel Plans Prepaid plan Vodafone-Idea jio એરટેલ જિઓ પ્લાન વોડાફોન-આઈડિયા Prepaid Plans
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ