બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / કરોડો Airtel યુઝર્સ માટે ખુશખબર, 3 સસ્તા પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું છે JioHotstar
Last Updated: 11:51 AM, 18 February 2025
Airtel દેશની બીજી સૌથી મોટી કંપની છે. રિલાયન્સ જિયો પછી, Airtel ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. દેશભરમાં લગભગ 38 કરોડ લોકો એરટેલની સેવાનો ઉપયોગ કરે છે. Airtel પાસે તેના વપરાશકર્તાઓ માટે સસ્તાથી લઈને મોંઘા અને ટૂંકા ગાળાનાથી લઈને લાંબા ગાળાના ઘણા પ્લાન છે. આજે અમે તમને એરટેલના આવા 3 પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને OTT એપનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.
ADVERTISEMENT
એરટેલે તેના લાખો યુઝર્સ માટે એક અદ્ભુત રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ રિલાયન્સ જિયો દ્વારા JioHotstar એપ લોન્ચ કરવામાં આવી છે. અમે તમને એરટેલના ત્રણ એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ગ્રાહકોને JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. JioHotstar માં, તમે લેટેસ્ટ મૂવીઝ, વેબ સિરીઝ અને ઘણી બધી મનોરંજક સામગ્રી સ્ટ્રીમ કરી શકો છો. એરટેલના આ ત્રણેય રિચાર્જ પ્લાન તમને શાનદાર ઑફર્સ આપે છે.
ADVERTISEMENT
એરટેલનો 398 રૂપિયાનો પ્લાન
Airtelનો 398 રૂપિયાનો પ્લાન માસિક રિચાર્જ પ્લાન છે. આમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને બધા લોકલ અને એસટીડી નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે, 28 દિવસ માટે કુલ 56GB ડેટા ઉપલબ્ધ છે. તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં, ગ્રાહકોને 28 દિવસ માટે Disney+ Hotstar એટલે કે JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે.
Airtelનો 1029 રૂપિયાનો પ્લાન
એરટેલની લિસ્ટમાં 1029 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ ઉપલબ્ધ છે. જો તમે એક મહિનાથી વધુ સમય સુધી ચાલતી સ્કિમમાટે સર્ચ કરી રહ્યાં હોવ તો આ શ્રેષ્ઠ વિકલ્પ હશે. આ રિચાર્જ પ્લાન કુલ 84 દિવસની વેલિડિટી આપે છે. આમાં પણ તમને બધા નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવે છે. આ પ્લાનમાં, તમે દરરોજ 2GB સુધીનો હાઇ સ્પીડ ડેટા વાપરી શકશો. 5G નેટવર્ક પર આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ ઉપલબ્ધ થશે. એરટેલ આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસ માટે JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે.
વધુ વાંચો- માત્ર 250થી SIP શરૂ, SEBIના નેજા હેઠળ આ કંપનીએ લોન્ચ કરી સ્કીમ, ફાયદા ઘણા
Airtelનો 3999 રૂપિયાનો પ્લાન
જિયોની યાદીમાં 3999 રૂપિયાનો રિચાર્જ પ્લાન કંપનીનો સૌથી મોંઘો પ્લાન છે. જો તમે આખા વર્ષ માટે રિચાર્જની ઝંઝટથી બચવા માંગતા હો, તો તમે આ પ્લાન પસંદ કરી શકો છો. એરટેલનો આ રિચાર્જ પ્લાન 365 દિવસ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરે છે. આ પ્લાનમાં ગ્રાહકોને ભરપુર ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાન સાથે તમે દરરોજ 2.5GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા વાપરી શકો છો. કંપની તેના ગ્રાહકોને આખા 365 દિવસ માટે JioHotstar નું મફત સબ્સ્ક્રિપ્શન આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.