airtel Launched 78 And 248 Rupees Data Add On Pack With Data Benefits And Wynk Subscription
લોન્ચ /
એરટેલએ લોન્ચ કર્યા 2 જબરદસ્ત નવા પ્લાન, માત્ર 78 રૂપિયામાં મળશે 5 જીબી ડેટા અને આવી અનલિમિટેડ સુવિધાઓ
Team VTV03:12 PM, 21 Jan 21
| Updated: 03:15 PM, 21 Jan 21
એરટેલે ગ્રાહકોની સુવિધા માટે બે નવા એરટેલ ડેટા એડ-ઓન પેક્સ લોન્ચ કર્યા છે, જેની કિંમત 78 અને 248 રૂપિયા છે. એરટેલના આ બંને રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને જબરદસ્ત ડેટાની સાથે વિંક પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે એરટેલે હાલમાં જ ગ્રાહકોને આકર્ષિત કરવા એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન સાથે પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ લોન્ચ કર્યા છે. આ નવા પ્રીપેડ ડેટા પેક પ્લાનની માહિતી એરટેલ થેંક્સ એપ પર પણ ઉપલબ્ધ છે.
એરટેલના ગ્રાહકો માટે સારાં સમાચાર
એરટેલે ગ્રાહકોની સુવિધા માટે બે નવા એરટેલ ડેટા એડ-ઓન પેક્સ લોન્ચ કર્યા છે
એરટેલના આ બંને રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને જબરદસ્ત ડેટા મળશે
78 રૂપિયાનો પ્લાન
એરટેલના 78 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 5 જીબી હાઇ સ્પીડ ડેટાની સાથે વિંક પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. એડ-ફ્રી મ્યુઝિક અને અનલિમિટેડ સોન્ગ ડાઉનલોડ કરવા માટે વિંક પ્રીમિયમનું આ એક્સેસ 1 મહિના માટે મળે છે. આ પ્લાનમાં ડેટાની વેલિડિટી તમારી હાલના પ્લાનની વેલિડિટી સમાપ્ત થાય ત્યાં સુધી હોય છે.
248 રૂપિયાનો પ્લાન
એરટેલના 248 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 25 જીબી હાઇ સ્પીડ ડેટાની સાથે વિંક પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. એડ-ફ્રી મ્યુઝિક અને અનલિમિટેડ સોન્ગ ડાઉનલોડ કરવા માટે વિંક પ્રીમિયમનું આ એક્સેસ 1 વર્ષ માટે મળે છે. આ પ્લાનમાં ડેટાની વેલિડિટી તમારી હાલના પ્લાનની વેલિડિટી સમાપ્ત થાય ત્યાં સુધી હોય છે.
અલગથી પણ વિંક પ્રીમિયમનું સબસ્ક્રિપ્શન લઈ શકાય છે
ગ્રાહકો ઇચ્છે તો વિંક પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન પણ અલગથી લઈ શકે છે. આ માટે તમારે એરટેલ થેંક્સ એપ હોમપેજ પર ડિજિટલ સ્ટોર પર ક્લિક કરવું પડશે, જ્યાં તમને વિંક પ્રીમિયમનો વિકલ્પ દેખાશે. વિંક પ્રીમિયમના એક મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે 49 રૂપિયા અને એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે 399 રૂપિયા ચૂકવવા પડશે.