Airtelને ટક્કર આપવા Vodafone આપી રહ્યું છે 126GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

By : vishal 03:55 PM, 09 August 2018 | Updated : 03:55 PM, 09 August 2018
વોડાફોન ઇન્ડિયાએ 549 અને 799 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યા છે. 549ના પ્લાનમાં 3.5GB 2G/3G/4G ડેટા અને 799ના પ્લાનમાં 4.5GB ડેટા આપવામાં આવે છે. 

વોડાફોનના 549ના પ્લાનમાં 28 દિવસ માટે 3.5GB ડેટા પ્રતિદિન આપવામાં આવશે. એટલે કે, 28 દિવસ દરમિયાન 98GB ડેટા મળશે. જ્યારે 799ના પ્લાનમાં 28 દિવસ માટે 4.5GB ડેટા પ્રતિદિન આપવામાં આવશે. જેમાં 28 દિવસમાં 126GB ડેટા મળશે.

આ ઉપરાંત બંને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 100 SMS પ્રતિદિન મળશે. તમને જણાવી દઇયે કે, એરટેલ પણ 549 અને 799 રૂપિયાની ઓફર કરી છે. એરટેલની આ ઓફરમાં 3.5GB અને 4GB ડેટા આપવામાં આવે છે.



Recent Story

Popular Story