એરટેલના નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શનને હટાવ્યા બાદ કંપનીએ ગ્રાહકોને વધુ એક ઝટકો આપ્યો છે. ભારતીય એરટેલે પોસ્ટપેડના એડ ઓન કનેક્શનમાં ફેરફાર કર્યો છે. એરટેલ તેના પોસ્ટપેડ યુઝર્સને પ્રાઇમરી કનેક્શનની સાથેલ એડ-ઓન કનેક્શનની સુવિધા પણ આપે છે. જેની 1 મહિનાની શરૂઆતી કિંમત 199 રૂપિયા છે, પરંતુ હવે એરટેલે આ કિંમતને વધારીને 249 રૂપિયા કરી દીધા છે.
એરટેલના ગ્રાહકો માટે ખરાબ સમાચાર
એરટેલે પોસ્ટપેડના એડ ઓન કનેક્શનમાં ફેરફાર કર્યો છે
ગ્રાહકો માટે આ નવી કિંમત થઈ લાગુ
ગ્રાહકો માટે આ નવી કિંમત પ્લાન પર લાગુ થઈ ગઈ છે. એરટેલ રેગ્યુલર અને ડેટા એડ ઓન તેના પોસ્ટપેડ યુઝર્સને ઓફર કરી રહ્યું છે અને આ પ્લાન્સ 749 રૂપિયા પ્રતિ મહિનેથી શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે, એરટેલે માત્ર રેગ્યુલર એડ ઓન પ્લાન્સની કિંમતમાં ફેરફાર કર્યો છે. આ કિંમત 249 રૂપિયા પ્રતિ મહીનાથી શરૂ થશે. જ્યારે કોઈ ફેરફાર વિનાના પ્લાન 99 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે.
દર મહીને આવશે આટલું બિલ
આ સિવાય એડ ઓન કનેક્શન માટે ગ્રાહકોને 18%નું GST પણ ચૂકવવું પડશે. એટલે કે જે ગ્રાહકોની પાસે એડ ઓન કનેક્શન છે. તેને દર મહિનાના 499 રૂપિયા+ 249 રૂપિયા +18% GST આપવો પડશે.
બ્રોડબેન્ડમાં નહીં મળે આ સુવિધા
એરટેલ પહેલાં તેના બ્રોડબેન્ડ પ્લાનની સાથે 3 મહિના માટે નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહ્યું હતું. પરંતુ હાલમાં એરટેલે આ પ્લાનમાં બદલાવ કરીને નેટફ્લિક્સ ઓફરને હટાવી દીધી છે. જોકે, એરટેલ પ્લાનની સાથે ગ્રાહકોને હાલ એક વર્ષ માટે અમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન આપી રહ્યું છે જેની કિંમત 999 રૂપિયા છે.