બ્રેકિંગ ન્યુઝ
VTV / airtel gives 912GB data with free hotstar subscription just rs 3359
MayurN
Last Updated: 08:48 PM, 2 July 2022
ADVERTISEMENT
એક પ્લાન અનેક ફાયદા
આજે આપણા દેશમાં ત્રણ પ્રમુખ કંપની છે જેમાં એરટેલ, વોડાફોન-આઈડીયા અને રિલાયન્સ જિઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં આજે એરટેલના રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને આગામી એક વર્ષ માટે બધી જ સર્વિસ આપશે. આ પ્લાનમાં તમને ડિઝની+હોટસ્ટારના સબસ્ક્રિપ્શનની સાથે ઘણા વધુ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે.
આ એરટેલનો પ્લાન જબરદસ્ત
જાણકારી માટે જણાવી દઈએ કે અહીં એરટેલના પ્રીપેડ રિચાર્જ પ્લાનની વાત કરી રહ્યા છીએ. જો કે એરટેલ ઘણા વાર્ષિક પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, પરંતુ આજે અમે તમને આખા એક વર્ષ એટલે કે 365 દિવસમાં 365 દિવસની વેલિડિટીવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 3,359 રૂપિયા છે. દૈનિક ડેટાથી લઈને ઓટીટી સબ્સ્ક્રિપ્શન સુધી, આ પ્લાનમાં તમામ પ્રકારના લાભો શામેલ છે.
ADVERTISEMENT
એરટેલના 3,359 રૂપિયાના પ્લાનના ફાયદા
એરટેલના 3,359 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ માટે 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે એટલે કે કુલ 365 દિવસ માટે તમને 912 જીબી ઇન્ટરનેટ મળી રહ્યું છે. દૈનિક ડેટાના અંત પછી, તમારી ઇન્ટરનેટની ગતિ ઘટીને 64Kbps થઈ જશે. આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ અને 100 ડેઇલી એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ડિઝની+હોટસ્ટાર મોબાઇલનું સબ્સ્ક્રિપ્શન પણ આ પ્લાનમાં એક વર્ષ માટે આપવામાં આવી રહ્યું છે.
2999 પ્લાન
તમને જણાવી દઈએ કે એરટેલનો એક અન્ય એવો જ પ્લાન આપે છે જેની કિંમત 2999 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 3,359 રૂપિયાના પ્લાનમાં રહેલા તમામ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ બંને યોજનાઓ વચ્ચે માત્ર એક જ તફાવત છે અને તે છે ઓટીટી સબ્સ્ક્રિપ્શનનો. 2,999 રૂપિયાના પ્લાનમાં એક વર્ષનો ડિઝની+હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન નથી જે 3,359 રૂપિયાના પ્લાનમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.