બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Airtel Discontinues Truly Unlimited Annual Plan With Unlimited Calling And More Than 500gb Data

ખરાબ સમાચાર / એરટેલના યુઝર્સને મોટો ઝટકો, કંપનીએ તેનો આ ધાંસૂ પ્લાન કર્યો બંધ

Noor

Last Updated: 09:56 AM, 24 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ કંપની એરટેલે લાંબી વેલિડિટીવાળો તેનો એક પ્રીપેડ પ્લાન બંધ કરી દીધો છે. કંપની અત્યાર સુધી યુઝર્સને 2398 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી હતી. જેમાં રોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળતો હતો. પણ હવે એરટેલની વેબસાઈટ પર પ્લાનની લિસ્ટિંગમાંથી આ પ્લાન હટાવી દેવામાં આવ્યો છે.

  • એરટેલે તેના ગ્રાહકોને આપ્યો ઝટકો
  • કંપનીએ તેનો આ પ્રીપેડ પ્લાન કર્યો બંધ
  • લાંબી અવધિમાં આ પ્લાન પોપ્યુલર હતો

ભારતી એરટેલની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ટ્રૂલી અનલિમિટેડ એન્યુઅલ પેક હવે બંધ કરી દીધો છે. એરટેલનો આ પેક ડેઈલી ડેટા બેનિફિટની સાથે આવે છે. તેમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવતો હતો. તેમાં 500 જીબીથી પણ વધુ ડેટા આખા વર્ષ માટે મળતું હતું. 

આ સુવિધાઓ પણ મળતી હતી

એરટેલના 2398 રૂપિયાના પ્લાનને મેમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, સાથે જ એક વર્ષ માટે Shaw Academyનું એક્સેસ, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન અને ફાસ્ટેગ પર 150 રૂપિયા કેશબેકનું બેનિફિટ પણ મળતું હતું. આ પ્લાનમાં કોલિંગ પણ અનલિમિટેડ હતું. 

આ પ્લાનમાં કરાવી શકો છો રિચાર્જ

એરટેલનો એન્યુઅલ પ્લાન બંધ થતા એરટેલના ગ્રાહકો પાસે લાંબી વેલિડિટીવાળા પ્લાનમાં 1498 રૂપિયાનો પ્લાન અથવા તો 2498 રૂપિયાના પ્લાનમાં રિચાર્જ કરાવી શકે છે. 1498 રૂપિયાનો પ્લાન વોઈસ બેનિફિટ્સ સેંટરિક છે. એવામાં યુઝર્સે 2498 રૂપિયાનો પ્લાન પસંદ કરવો પડશે. જેમાં રોજ 2 જીબી ડેટા મળે છે. 

મોંઘા થઈ શકે છે પ્લાન

જૂના પ્લાન બંધ કરવાથી એરટેલને ફાયદો થશે અને એવરેજ રેવન્યૂ પ્રતિ યુઝર વધશે. કંપની બાકી પ્લાન્સના એડિશનલ બેનિફિટ્સમાં પણ ફેરફાર કરી રહી છે. સાથે જ માર્કેટ એનાલિસ્ટની માનીએ તો આવનારા દિવસોમાં તમામ કંપનીઓના પ્રીપેડ પ્લાન મોંઘા થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Annual Plan Unlimited calling discontinues Bad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ