બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 06:51 PM, 18 June 2022
ADVERTISEMENT
પ્રીપેડ પ્લાનમાં વધારો કરી ચુકી છે
દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલ યૂઝર્સને કેટલાક બેસ્ટ પોસ્ટપેડ પ્લાન આપે છે. આમ છતાં ટેલિકોમ કંપની મોબાઇલ સેવાઓના ટેરિફમાં વધારા અંગે હંમેશા અવાજ ઉઠાવતી રહી છે. કંપનીએ અત્યાર સુધી પ્રીપેડ પ્લાન માટે ટેરિફમાં વધારો કર્યો હતો, પરંતુ હવે તે પોસ્ટપેઇડ પ્લાનની કિંમતોમાં પણ વધારો કરવા જઇ રહી છે.થોડા અઠવાડિયા પહેલા જ એરટેલે એક નવો પોસ્ટપેડ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં નવી કિંમતમાં જૂનો ફાયદો મળી રહ્યો હતો. વાસ્તવમાં એરટેલે 999 રૂપિયાના પ્લાનને 1199 રૂપિયામાં રિપ્લેસ કર્યો છે, તમને જણાવી દઈએ કે એરટેલે આ પ્લાનમાં બદલાવ કર્યો છે.
1199 નો પોસ્ટપેઇડ પ્લાન
ભારતી એરટેલ યૂઝર્સને 200જીબી સુધીના રોલઓવર સાથે દરેક એડ-ઓન કનેક્શન માટે 150જીબી મંથલી ડેટા + 30જીબી એડ-ઓન ડેટા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સ ફેમિલી મેમ્બર્સ માટે બે ફ્રી એડ-ઓન્સ મેળવી શકે છે. આ પ્લાનની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ પ્રતિ દિવસ મળી રહ્યા છે.
ADVERTISEMENT
અનેક મળશે ફાયદા
આ પ્લાન સાથે ગ્રાહકોને એરટેલ થેંક્સ પ્લેટિનમ રિવોર્ડ્સ હેઠળ નેટફ્લિક્સનું માસિક સબસ્ક્રિપ્શન, છ મહિના માટે એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન અને ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ પ્લાન, વિંક પ્રીમિયમ અને વધુ બેનિફિટ્સ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ લાભ પહેલા કંપનીમાં 999 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન સાથે આવતા હતા.
એરટેલનો 999 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન
જો તમે આજે ભારતી એરટેલનો 999 રૂપિયાનો પોસ્ટપેડ પ્લાન ખરીદવા જશો તો તમારે 100GB ડેટા (દરેક એડ-ઓન કનેક્શન માટે 30GB), 200GB સુધી રોલઓવર સાથે 100GB માસિક ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 SMS પ્રતિ દિવસ મળશે. આ ઉપરાંત એરટેલ થેંક્સ પ્લેટિનમ બેનિફિટ્સ પણ પ્લાનમાં મળશે. આ પ્લાન સાથે કુલ બે એડ-ઓન કનેક્શન પણ થઇ શકે છે. કહી શકાય કે 999 રૂપિયાનો પ્લાન હજી પણ મોટાભાગના લોકો માટે સારો વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.