BSNL અને Airtel એ પોતાના યુઝર્સને મોટો ઝટકો આપીને પોતાના પ્લાનના બેનિફિટ્સમાં ઘટાડો કર્યો છે. આવો જાણીએ આ અંગે.
BSNL અને Airtel એ પોતાના યુઝર્સને આપ્યો મોટો ઝટકો
પોતાના પ્લાનના બેનિફિટ્સમાં કર્યો ઘટાડો
BSNLએ 499 રૂપિયાવાળા પ્લાનના લાભમાં ઘટાડો કર્યો
BSNL અને Airtel એ પ્લાનની સુવિધામાં ઘટાડો કર્યો
એરટેલના એક પ્લાનમાં ફેરફાર થયો છે. એરટેલે એક પ્રીપેડ પ્લાનથી OTT પ્લેટફોર્મ Amazon prime Videoનુ ફ્રી સબ્સક્રિપ્શન રિમૂવ કરી દીધુ છે. આ સાથે હવે કંપની 4 નહીં, પરંતુ માત્ર 3 પ્લાનની સાથે પ્રાઈમ વીડિયોનું સબ્સક્રિપ્શન આપી રહી છે. આ ઉપરાંત સસ્તા પ્લાન માટે ઓળખાતી સરકારી ટેલીકૉમ કંપની BSNLએ પણ પોતાના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. BSNLએ પોતાના 499 રૂપિયાવાળા પ્લાનના લાભમાં ઘટાડો કર્યો છે. આવો, બંનેના પ્લાન વિશે વિસ્તૃતમાં જાણીએ.
BSNLએ વેલિડિટીમાં ઘટાડો કર્યો
BSNL પોતાના 499 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનની સાથે પહેલા 90 દિવસ સુધી વેલિડિટી આપતી હતી. પરંતુ હવે આ પ્લાનમાં 10 દિવસની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે. હવે આ પ્લાન કંપનીની વેબસાઈટ પર માત્ર 80 દિવસ સુધીની વેલિડિટી સાથે લિસ્ટ છે. 499 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને હવે 80 દિવસ સુધીની વેલિડિટીની સાથે ડેલી 2GB ડેટા મળી રહ્યો છે. જેમાં ડેલી ડેટા કોટા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટાડીને 40 Kbps થઇ જાય છે. ડેટા સિવાય પ્લાનમાં અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને ડેલી 100 ફ્રી એસએમએસ, PRBT, ZING અને ઓટીટીના રૂપમાં EROS NOWનુ સબ્સ્ક્રીપ્શન આપવામાં આવે છે.
Airtelના આ પ્લાનમાં નહીં મળે આ સુવિધા
BSNLની સાથે એરટેલે પણ પોતાના યુઝર્સને ઝટકો આપ્યો છે. એરટેલના 2999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં પહેલા 2GB ડેલી ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 ફ્રી SMSની સુવિધા આપવામાં આવતી હતી. આ સાથે પ્લાનમાં Wynk Music, 30 દિવસ માટે Amazon Prime Mobile Edition અને ફ્રી Hello Tunesની સુવિધા પણ મળતી હતી. હવે સમાચાર છે કે એરટેલે આ પ્લાનથી પ્રાઈમ વીડિયોનુ ફ્રી એક્સેસ રિમૂવ કરી દીધુ છે. જો કે, બાકી બધી સુવિધા યથાવત છે.