બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / airtel brings new prepaid plans with bundled disney plus hotstar mobile subscription

ઓફર / Airtelના ગ્રાહકો માટે સારાં સમાચાર, કંપનીએ 3 ધાંસૂ પ્લાન કર્યા લોન્ચ, મળશે જબરદસ્ત સુવિધાઓ

Noor

Last Updated: 11:14 AM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરટેલના ગ્રાહકો માટે સારાં સમાચાર છે. કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે તેણે પોતાના પ્રીપેડ પ્લાનમાં બદલાવ કર્યા છે. ચાલો જાણીએ.

  • એરટેલના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ
  • કંપનીએ ગ્રાહકો માટે લોન્ચ કર્યા નવા પ્લાન
  • આ પ્લાનમાં ગ્રાહકોને મળશે જોરદાર સુવિધાઓ

એરટેલે તેના પ્લાનને અપડેટ કર્યા છે. જેમાં કિંમત 499 રૂપિયાથી લઈ 2798 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત ડિસની પ્લસ હોટસ્ટાર વીઆઈપીના સબસ્ક્રીપ્શનની સાથે મળતા જૂના પ્લાન્સ કરતા વધારે છે. 

499 રૂપિયાનો પ્લાન

સૌથી પહેલાં એરટેલના 499 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસઅમએસ મળે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનને 448 રૂપિયાના પ્લાનની જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યો છે. જે ડિસની પ્લસ હોટસ્ટાર વીઆઈપીના સબસ્ક્રીપ્શનની સાથે આવતો હતો. 

699 રૂપિયાનો પ્લાન

એરટેલના 699 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસઅમએસ મળે છે. આ પ્લાનમાં 56દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનને 599 રૂપિયાના પ્લાનની જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યો છે. 

2798 રૂપિયાનો પ્લાન

એરટેલના 2798 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસઅમએસ મળે છે. આ પ્લાનમાં 365દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનને 2698 રૂપિયાના પ્લાનની જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યો છે. 

હકીકતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી બંધ કરી દેવામાં આવ્યું છે અને કંપની 499 રૂપિયાના પ્લાનને હકીકતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ પ્લાનને પોતાનો શરૂઆતી સબસ્ક્રીપ્શન બનાવ્યો છે. એવામાં તમામ ટેલિકોમ કંપનીઓ પોતાના હોટસ્ટાર વીઆઈપી સાથે આવનારા પ્લાનને અપડેટ કર્યા છે. 

તમને જણાવી દઈએ કે, ઉપર જણાવેલા તમામ પ્લાનમાં ગ્રાહકોને હકીકતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ સિવાય એમેઝોન પ્રાઈમ મોબાઈલ એડિશનનું ફ્રી ટ્રાયલ, Apollo 24|7 Circle, ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક અને 1 વર્ષ માટે ફ્રી ઓનલાઈન કોર્સ પણ મળશે. પ્રીપેડ પ્લાન્સની જેમ જ કંપનીએ પોસ્ટપેડ પ્લાનમાં પણ  ડિઝની પ્લસ હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન આપવાનું શરૂ કરી દીધું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ