રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા તેમના ગ્રાહકો માટે ઘણાં સસ્તા પ્લાન ઓફર કરે છે. તો આજે જાણી લો સસ્તામાં વધુ ફાયદા આપતા પ્લાન જિયો અને એરટેલના પ્લાન વિશે.
જિયો અને એરટેલના ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન
ઓછી કિંમતમાં મળશે વધુ સુવિધાઓ
આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ પણ મળી રહે છે
જો તમને એમેઝોન પ્રાઇમ જેવી મેમ્બરશિપ જોઇએ છે, તો તમારે તેના માટે થોડો મોંઘો પ્રીપેડ પ્લાન લેવો પડશે. પરંતુ આજે અમે તમને એરટેલ અને જિયોના એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને ડેટાની સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ મળે છે અને 350 રૂપિયાથી ઓછામાં કોલિંગ મળે છે. ચાલો તેના વિશે જાણીએ.
એરટેલનો 349 રૂપિયાનો પ્લાન
એરટેલનો 349 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. આ રીતે કુલ ડેટા 70 GB મળી રહે છે. આમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને 100 SMS દરરોજ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ પણ પ્લાનમાં મફત આપવામાં આવી રહી છે. આ સિવાય તમને મફત હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક અને એપોલો 24/7 સર્કલની ફ્રી મેમ્બરશિપ આપવામાં આવે છે.
Jioનો 349 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો 349 રૂપિયાનો પ્લાન પણ 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે. એટલે કે, ગ્રાહકોને કુલ 84GB ડેટા મળે છે. આમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. ઉપરાંત, પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. Jio આ પ્લાનમાં એમેઝોન અથવા અન્ય કોઈ OTT પ્લેટફોર્મની મેમ્બરશિપ મળતી નથી.
કયો પ્લાન બેસ્ટ છે
જો આપણે એરટેલ પ્લાનની સરખામણી જિયો સાથે કરીએ તો જિયો પ્લાન તમને 14 જીબી વધારાનો ડેટા ઓફર કરી રહ્યો છે. બંને પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સાથે સમાન વેલિડિટી મળી રહી છે. જોકે, એરટેલ પ્લાનમાં તમને એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ફ્રી આપવામાં આવી રહી છે, જે ઘણાં યુઝર્સ માટે શાનદાર ઓફર બની શકે છે.