બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 07:45 AM, 4 January 2020
ADVERTISEMENT
ઇરાકના સરકારી અધિકારીઓના જણાવ્યાં અનુસાર એર સ્ટ્રાઇક દ્વારા બે કારને નિશાને લેવામાં આવી છે. જેમાં ઇરાનના સમર્થક લડાખૂ સવાર હતા. ઇરાકના અધિકારીઓના જણાવ્યા મુજબ આ હુમલામાં હશદ-અલ-સાબી ના 6 લડાખૂના મોત થયા છે.
એક રિપોર્ટ અનુસાર અમેરિકાએ આ હુમલો ઇરાકના હશદ-અલ-સાબીના કમાન્ડર કાફલાને નિશાન બનાવીને કર્યો હતો. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં હોવાના ખબર મળી રહ્યાં છે.
ADVERTISEMENT
હશદ-અલ-સાબી જેને પોપુલર મોબિલાઇઝેશન ફોર્સ (PMF) ના નામથી પણ ઓળખવામાં આવે તેના કાફલાને નિશાન બનાવામાં આવ્યો હતો. જેમાં તેનો કોઇ સનિયર કમાન્ડર હાજર નહોતો. આ સંગઠને જણાવ્યું છે કે આ હુમલામાં કેટલાક ડોકટર માર્યા ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.