મહેસાણામાં નગરપાલિકાના પ્રમુખના પુત્ર ની પૂર્વ માલિકી વાળી જમીન ઉપર નિયમ વિરુદ્ધ બાંધકામ થવાનો કિસ્સો પ્રકાશમાં. જમીન ખરીદનાર વ્યક્તિએ એરપોર્ટ ઓથોરિટીની NOC વગર જ બાંધકામ
મહેસાણા એરપોર્ટ પાસે કોમર્શિયલ બાંધકામનો મામલો
એરપોર્ટ ઓથોરિટીની NOC વગર કરાયું બાંધકામ
નપા પ્રમુખની સુરેશ પટેલ સામે કાર્યવાહી કરવા માગ
મહેસાણામાં નગરપાલિકાના પ્રમુખના પુત્ર ની પૂર્વ માલિકી વાળી જમીન ઉપર નિયમ વિરુદ્ધ બાંધકામ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ જગ્યા ઉપર બાંધકામ માટે એરપોર્ટ ઓથોરિટી ની એન ઓ સી લેવાની શરતે નગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવી હતી.પરંતુ જમીન ખરીદનાર વ્યક્તિએ એરપોર્ટ ઓથોરિટીની એન ઓ સી લીધા વિના જ બાંધકામ કરી દેતા વિવાદ છેડાયો છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જમીન ઉપર બાંધકામ માટે નગરપાલિકા પ્રમુખ ના પુત્ર દ્વારા 1 વર્ષ પૂર્વે પરવાનગી લેવાઈ હતી.પરંતુ બાંધકામ કરવાને બદલે આ જમીન અન્ય ને વેચી દેવાઈ હતી.હાલમાં મહેસાણા નગરપાલિકા ના મુખ્ય અધિકારીએ આ મામલે નગરપાલિકા પ્રમુખ ને પણ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે
મહેસાણા નગરપાલિકા હદ વિસ્તારમાં નિયમ વિરુદ્ધ ના બાંધકામ એ હવે આમ બાબત બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે.પરંતુ વર્તમાન સમયમાં થયેલા બે કોમર્શિયલ બાંધકામ એ સમગ્ર મહેસાણા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.મહેસાણા એરપોર્ટ ની દિવાલને અડીને આવેલી સર્વે નંબર 3217,3218,3436 અને 3437 વાળી જમીન ઉપર નિયમ વિરુદ્ધ કોમર્શિયલ બાંધકામ કરી દેવાની રજુઆત બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે.આ જમીનના મૂળ માલિક હાલના નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ ના પુત્ર મુંજાલ મુકુંદભાઈ છે.
1 વર્ષ પૂર્વે મુંજાલ મુકુંદભાઈ પટેલે આ જમીન ઉપર બાંધકામ માટે નગરપાલિકા પાસેથી બાંધકામ પરવાનગી મેળવી હતી.અને ત્યારબાદ બાંધકામ કરવાને બદલે આ જમીન પટેલ સુરેશભાઈ મણિલાલ ને વેચી દેવાઈ હતી.પટેલ સુરેશભાઈ મણિલાલ દ્વારા આ સ્થળે ત્રણ માળનું કોમર્શિયલ બાંધકામ કરી દેવાયું છે.પરંતુ આ બાંધકામ માટે જરૂરી એરપોર્ટ ઓથોરીટી નો એન ઓ સી મેળવાઇ નહીં હોવાની વિગત પ્રકાશમાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે
.આ મામલે મહેસાણા નગરપાલિકા પ્રમુખ ને ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે.જો કે પ્રમુખ વર્ષાબેન પટેલે આ જમીન ખરીદનાર સામે કાર્યવાહી કરવાનો જવાબ આપતા હવે આ બાંધકામ ને લઈને અનેક સવાલ ખડા થયા છે