Air Asiaએ એક ખાસ ઑફર હેઠળ સસ્તામાં ટિકિટ ઉપલબ્ધ કરાવી રહી છે. કંપની અનુસાર આ ઑફર 18 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન બુક કરાવવામાં આવેલી ટિકિટ પર 6 મે 2019થી લઇને 4 ફેબ્રુઆરી 2020 સુધી સફર કરી શકાશે અને સિવાય કંપની ઑફિશ્યલ વેબસાઇટ પર લોગ ઇન કરવાથી યાત્રીઓ 'બિગ મેમ્બર' ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ ઑફર હેઠળ યાત્રીઓ ઘરેલૂ રૂટ પર 399 રૂપિયા અને ઇન્ટરનેશનલ રૂટ પર 1999 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકે છે.
તમને જણાવી દઇએ કે Air Asia ઓસ્ટ્રેલિયા એશિયા સહિત 120 જગ્યાઓ માટે ઉડાન ભરે છે. ઘરેલૂ રૂટની જો વાત કરવામાં આવે તો આ ઑફર હેઠળ બેંગ્લોરૂ ભુવનેશ્વર ગોવા ગુવહાટી ઇન્ફાલ ઇંદૌર જયપુર કોલકાતા નવી દિલ્હી રાંચી અને શ્રીનગર જેવી જગ્યાઓએ મુસાફરી કરી શકો છે. આ સિવાય ઇન્ટનેશનલ રૂટ માટે યાત્રીઓ ઓકલેન્ડ બાસી બેંગ્કોક મેલબર્ન સિંગાપુર અને સિડની વગેરે જગ્યા ફરી શકે છે. જોકે આ ઑફરનો ફાયદો લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
આ છે શરતો:
આ ઑફરનો લાભ લેવા માટે યાત્રીઓએ એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ ઑફરનો લાભ 'બિગ મેમ્બર' જ ઉઠાવી શકે છે. આ ઑફર એર એશિયા ઇન્ડિયા એર એશિયા બરહાદ થાઇ એર એશિયા એર એશિયા એક્સની ફ્લાઇટ પર લાગૂ છે. આ ઑફર કંપનીની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ઉપલબ્ધ છે.
બીજી કંપનીઓની ઑફર:
આ સિવાય Go Air પોતાની 13 દિવસ સ્પેશિયલ સેલ હેઠળ 1313 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવી રહી છે. આ ઑફર હેઠળ 13 લાખ સીટોની ફાળવણી કરવામાં આવી છે. એરલાઇન અનુસાર ટિકિટ બુકિંગનો સમય 5 નવેમ્બરથી 18 નવેમ્બર 2018 સુધી છે. જ્યારે યાત્રી બુક કરેલી ટિકિટ પર 5 નવેમ્બરથી 4 નવેમ્બર 2019 સુધી સફર કરી શકશે. જોકે Go Airની આ ઑફર કંપનીએ 13માં વર્ષની સ્થાપનાના અવસર પર જાહેર કરી છે. કંપનીએ કહ્યુ કે આ સ્કીમ Go Airની તમામ રૂટ્સની સીટ પર મળશે.