બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Air pollution reaches dangerous levels in Delhi: People are having trouble breathing, AQI registers 346

સમસ્યા / દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક લેવલે: લોકોને પડી રહી છે શ્વાસ લેવામાં તકલીફ, AQI નોંધાયો 346

Megha

Last Updated: 01:44 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સ 346 પર પહોંચી ગઈ છે અને બીજી તરફ, નોઈડાની હવાની ગુણવત્તા 393 અને ગુરુગ્રામની 318 નોંધવામાં આવી છે.

  • દિલ્હી-NCRની હવા થઈ ખરાબ
  • ડોક્ટરો લોકોને તેમના ઘરમાં જ રહેવાની સલાહ આપી
  • કેટલું  AQI સારું અને કેટલું ખરાબ?

દિલ્હી-NCRની હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જણાવી દઈએ કે દિવાળીથી જ દિલ્હીની હવામાં ખૂબ ધુમ્મસ છે અને આવી સ્થિતિમાં ભીર બીમારીઓથી બચવા માટે ડોક્ટરો લોકોને તેમના ઘરમાં જ રહેવાની સલાહ આપી રહ્યા છે. ગુરુવારે એટલે કે આજે દેશની રાજધાનીની હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આજે દિલ્હીની એર ક્વોલિટી ઈન્ડેક્સ 346 પર પહોંચી ગઈ છે અને બીજી તરફ, નોઈડાની હવાની ગુણવત્તા 393 અને ગુરુગ્રામની 318 નોંધવામાં આવી છે. 

ડૉક્ટરની સલાહ 
દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં બગડતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ડોકટરોએ  દરેક લોકોને અને ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. ડૉક્ટરના કહેવા મુજબ આ દરમિયાન શ્વાસની તકલીફ ગંભીર સમસ્યા બની શકે છે. હવાને ઝેર બનાવવામાં સૌથી મોટું બિલન પરલી દેખાઈ રહી છે. જણાવી દઈએ કે દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના વિશ્લેષણ મુજબ 1 નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે પરલી સળગાવવાની ઘટના ટોચ પર હોય છે અને એ સમયે દિલ્હીમાં લોકો સૌથી ખરાબ હવામાં શ્વાસ લે છે અને આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. 

કેટલું  AQI સારું અને કેટલું ખરાબ?
શૂન્યથી 50 વચ્ચે AQI - સારું
51 અને 100 ની વચ્ચે AQI - સંતોષજનક
101 અને 200 ની વચ્ચે AQI- મધ્યમ 
201 અને 300  ની વચ્ચે AQI- ખરાબ 
301 અને 400 ની વચ્ચે AQI - ઘણું ખરાબ 
401 અને 500 ની વચ્ચે AQI - ગંભીર 
500  થી ઉપરનો ગંભીર AQI - ખતરનાક, શ્વાસ લેવામાં મુશ્કેલી 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi-NCR delhi pollution દિલ્હી દિલ્હી પોલ્યૂશન દિલ્હી પ્રદૂષણ Delhi Air Pollution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ