Air pollution in Ahmedabad GPCB issues notice Pollution spreading units
નોટીસ /
પ્રદુષણની કાગારોડ બાદ હવે તંત્ર જાગ્યુઃ GPCBએ અમુક એકમોને નોટીસ ફટકારી
Team VTV08:52 AM, 15 Nov 19
| Updated: 08:56 AM, 15 Nov 19
અમદાવાદની હવા ઝેરી છે. પ્રદુષણ મામલે ગુજરાત બીજુ દિલ્હી બની રહ્યુ છે ત્યારે છેક હવે નઘરોળ તંત્ર હવે સફાળુ જાગ્યુ છે. GPCB (Gujarat Pollution Control Board) પ્રદુષણ ઓકતા કેટલાક એકમોને શો-કોઝ નોટિસ ફટકારી છે.
અમદાવાદમાં વધતા પ્રદૂષણ સામે GPCBની કાર્યવાહી
પ્રદૂષણ ફેલાવતા એકમોને ફટકારી નોટિસ
શહેરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને શો-કોઝ નોટિસ
તાપમાન ઘટતા પ્રદૂષણમાં નોંધાયો વધારો
દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા પ્રદૂષણ સામે GPCBએ કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં પ્રદૂષણ ફેલાવતા એકમોને શો-કોઝ નોટિસ ફટકારી છે. તાપમાનમાં ઘટાડો થતા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે.
તાપમાનમાં ઘટાડો થતા પ્રદુષણ
અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં વાયુ પ્રદૂષણ 191થી ઘટીને 130 AQI થયું છે. દેવ દિવાળી બાદ પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો હતો.જેમાં હવે ઘટાડો નોંધાયો છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં કેટલુ છે પ્રદુષણ
શહેરના જુદા જુદા વિસ્તારની વાત કરીએ તો પીરાણા ખાતે એર ક્વોલિટી ઇન્ડેક્સ 245થી ઘટીને 161 નોંધાયો છે. તો સેટેલાઇટમાં AQI 193થી ઘટીને 161 થયું અને ચાંદખેડામાં AQI 215થી ઘટીને 161 નોંધાયો છે. જ્યારે બોપલમાં AQI 188થી વધીને 197એ પહોંચ્યો છે.
વલસાડનાં કપરાડા તાલુકાનાં હેદલબારી ગામ પાસે અકસ્માતની ઘટનાં બનતા ચકચાર મચી ગઈ છે. પુરઝડપે પસાર થઈ રહલું બાઈક અચાનક વીજળીનાં થાંભલા સાથે ટકરાતા આ ઘટનાં બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યાં...