નિયમ / ફ્લાઈટ્સમાં ટ્રાવેલ કરવાનું બન્યું સરળ, સરકારે કોરોના સાથે જોડાયેલા આ નિયમમાં કર્યો બદલાવ

air passenger travel becomes easier as government update this covid 19 self declaration norms

વિમાન મંત્રાલયે વિમાન કંપનીઓને માટે હવે નવા આદેશ જાહેર કર્યા છે. આ આદેશમાં કહેવાયું છે કે હવે એવા યાત્રીઓને પ્રવાસ કરવા દેવાશે જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં જણાવે છે કે યાત્રાની તારીખથી પહેલાંના 3 અઠવાડિયામાં તેઓ કોરોના પોઝિટિવ રહ્યા નથી. અધિકારીઓએ જાણકારી આપતાં કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જે કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. તેમની મુશ્કેલીઓને ઘટાડવા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને અપડેટ કરવાની જરૂર પડી છે. આ પહેલાં સરકારે એરલાઈન્સ કંપનીઓને કહ્યું હતું કે યાત્રીઓએ પોતે જ જણાવવાનું રહેશે કે યાત્રાની તારીખ પહેલાંના 3 અઠવાડિયામાં તેઓ કોરોના પોઝિટિવ રહ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ