બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:35 PM, 15 October 2024
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા બાદ ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવી છે. જયપુરથી આવી રહી આ ફ્લાઇટ અયોધ્યા થઇ બેંગલોર જવા જઈ રહી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અયોધ્યા એરપોર્ટ પર ઉતારી વિધિવત તપાસ કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં લગભગ 132 મુસાફરો સવાર હતા. આ ધમકી બાદ મુસાફરોમાં હડકંપ મચી ગયો.
ADVERTISEMENT
સોશિયલ મીડીયા એકાઉન્ટ પરથી બોમ્બની ધમકી મળી હતી
મહર્ષિ વાલ્મિકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામના નિર્દેશક વિનોદકુમારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટની ઈમર્જન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે કોઈ સોશિયલ મીડીયા એકાઉન્ટ પરથી બોમ્બની ધમકી મળ્યાના પગલે આ સ્થિતિ સર્જાઈ. માહિતી મળતા જ જરૂરી સુરક્ષા પ્રોટોકોલ અનુસાર વિમાનને રોકી તેની તપાસ કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
ADVERTISEMENT
કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી, હવે 5 વાગ્યે બેંગ્લોર તરફ ઉડાન
એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે, VT-BDWF ટેલ સાઇન વાળા બોઇંગ 737 મેક્સ 8 વિમાનમાં 132 મુસાફરો સવાર હતા. જે જયપુરથી આવી રહ્યું હતું. અયોધ્યામાં રોકાઈને ફ્લાઇટ બેંગલોર જવાની હતી. તેને અયોધ્યા એરપોર્ટ પર બપોરે 2 વાગ્યે ઉતરવું હતું, પરંતુ તે 2:06 વાગ્યે ઉતર્યું. તેને બેંગલોર માટે બપોરે 2:55 વાગ્યે ઉડાન ભરવી હતી, પરંતુ હવે 5 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
એક દિવસ પહેલા પણ આવી ઘટના ઘટી હતી
મહત્વપૂર્ણ વાત એ છે કે એક દિવસ પહેલા જ મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયા ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ તરત જ પ્લેનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું અને IGI એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી. મુસાફરો અને ક્રૂના સભ્યોએ સુરક્ષા પ્રોટોકોલના આધારે પ્લેનની તપાસ કરવામાં આવી. આવી જ એક ઘટના 22 ઓગસ્ટે પણ સામે આવી હતી.
એર ઇન્ડિયાના જ એક પ્લેનને બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઇટ મુંબઈથી તિરુવનંતપુરમ પહોંચી હતી. ત્યારબાદ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મામલે એર ઇન્ડિયાએ નિવેદન આપ્યું કે 14 ઓક્ટોબરે મુંબઈથી જૉન ફ કૅનેડી ઈન્ટરનૅશનલ એરપોર્ટ માટે ઉડાન ભરતી ફ્લાઇટ AI119ને વિશેષ સુરક્ષા એલર્ટ મળ્યા બાદ દિલ્હી તરફ વાળવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતીયો સૌથી ભણેશરી / દુનિયામાં સૌથી વધારે વાંચનમાં ભારત નંબર વન, લિસ્ટમાં જુઓ કયા દેશના લોકો કેટલું વાંચે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.