બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે તમારું પણ પ્લેનમાં બેસવાનું સપનું થશે સાકાર, માત્ર આટલા જ રૂપિયામાં કરાવી શકશો ફ્લાઇટ બુક
Last Updated: 08:17 AM, 12 November 2024
જો તમે હવાઈ મુસાફરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને બજેટને લઈને ચિંતિત છો, તો એક ઑફર તમારી ચિંતાઓને દૂર કરી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ એવી ઓફર લઈને આવી છે જે તમારું સપનું સાકાર કરી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે 'ફ્લેશ સેલ'ની જાહેરાત કરી છે. આમાં તમને ખૂબ જ સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરવાનો મોકો મળી રહ્યો છે. આ સેલ હેઠળ ભાડું 1444 રૂપિયાથી શરૂ થશે. જો તમે ક્યારેય હવાઈ મુસાફરી કરી નથી, તો તમે આ ઑફરનો લાભ લઈ શકો છો.
ADVERTISEMENT
એર ઇન્ડિયા એક્સપ્રેસની 'ફ્લેશ સેલ' ઓફર
એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા 'ફ્લેશ સેલ'માં, એક્સપ્રેસ લાઇટની મુસાફરી 1444 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે એક્સપ્રેસ વેલ્યુ ભાડાની શરૂઆતની કિંમત 1599 રૂપિયા છે. આ તક ગુમાવશો નહીં, કારણ કે આ ઑફર મર્યાદિત સમય માટે છે અને બુકિંગ ફક્ત 13 નવેમ્બર 2024 સુધી જ કરી શકાશે. ચાલો જાણીએ 'ફ્લેશ સેલ' ઑફર્સની વિગતો.
ADVERTISEMENT
એર ઇન્ડિયા એક્સપ્રેસ 'ફ્લેશ સેલ'ની મહત્ત્વની તારીખ
એર ઇન્ડિયા એક્સપ્રેસ સસ્તી ફ્લાઈટ્સ ઓફર કરી રહી છે. જો 'ફ્લેશ સેલ'નો લાભ લઈને હવાઈ મુસાફરી કરવી હોય તો 13 નવેમ્બર 2024 સુધી બુકિંગ કરાવી શકાય છે. આ દરમિયાન, 19 નવેમ્બર 2024 અને 30 એપ્રિલ 2025 ની વચ્ચે હવાઈ મુસાફરી કરવા માટે ફ્લાઈટ્સ બુક કરી શકાય છે.
એક્સપ્રેસ લાઇટ અને એક્સપ્રેસ બિઝના ભાડા
એક્સપ્રેસ લાઇટ ભાડું - આ ફ્લાઇટની કિંમત 1444 રૂપિયાથી શરૂ થાય છે, અને તેના પર તમને 3 કિલો ફ્રી કેબિન બેગેજ અલગથી મળશે. આ સ્પેશિયલ ઑફર તેમના માટે છે જેઓ તેમની હવાઈ મુસાફરીને સસ્તી રાખવા માગે છે.
એક્સપ્રેસ બિઝનેસ ફેર - જો બિઝનેસ ક્લાસની લક્ઝરીનો અનુભવ કરવો હોય, તો એર ઇન્ડિયા એક્સપ્રેસે 25 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. બિઝનેસ ક્લાસના શોખીનો માટે આ એક મોટી તક છે.
આ પણ વાંચો: પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો
લોયલ્ટી અને વિશેષ ડિસ્કાઉન્ટ
લૉગ-ઇન મેમ્બર્સ માટે ઝીરો કન્વીનીયંસ ફી છે. આ ઉપરાંત, લોયલ્ટી મેમ્બર્સ માટે એક ખાસ ઓફર છે, જે અંતર્ગત તેમને 'ગોરમેયર' ફૂડ, સીટ્સ અને એક્સપ્રેસ અહેડ સર્વિસ પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એર ઇન્ડિયા એક્સપ્રેસે વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ડોકટરો, નર્સો અને સશસ્ત્ર દળો માટે વિશેષ રાહત ભાડાની પણ ઓફર કરી છે.
આ ઑફરથી આ કેટેગરીના લોકો તેમની હવાઈ મુસાફરી પણ સસ્તી કરી શકે છે. જો એર ઇન્ડિયા એક્સપ્રેસ 'ફ્લેશ સેલ' હેઠળ ફ્લાઈટ બુક કરવી હોય તો આ લિંક પર ક્લિક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.