બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, એર ઈન્ડિયાએ તેલ અવીવની તમામ ફ્લાઇટ કરી કેન્સલ
Last Updated: 03:35 PM, 2 August 2024
Air India : ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એરલાઈને માહિતી આપી હતી કે, 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, તેલ અવીવની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ANNOUNCEMENT
— Air India (@airindia) August 2, 2024
In view of the ongoing situation in parts of the Middle East, we have suspended scheduled operation of our flights to and from Tel Aviv with immediate effect up to and including 08 August 2024. We are continuously monitoring the situation and are extending support…
મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતાઃ એર ઈન્ડિયા
ADVERTISEMENT
આ તરફ એર ઈન્ડિયા કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે. કંપનીએ કહ્યું કે, મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
નોંધનિય છે કે, તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.