બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / માનવતા વેન્ટિલેટર પર! ICUમાં વેન્ટિલેટર પર રહેલી એર હોસ્ટેસ સાથે દુષ્કર્મ, બે નર્સ પણ હાજર
Last Updated: 03:26 PM, 16 April 2025
ગુરુગ્રામના મેદાંતામાં વેન્ટિલેટર સપોર્ટ પર રહેલી એર હોસ્ટેસ સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સાજા થયા બાદ પોલીસ ફરિયાદ લખાવતાં આ મામલે ખુલાસો થયો હતો. પીડિતાએ એવું કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં જે રૂમમાં તેનું જાતીય શોષણ થયું હતું તે રૂમમાં બે મહિલાઓ હતી. દરમિયાન, હોસ્પિટલે આ મામલાની તપાસ બાકી હોવાનું જણાવીને જવાબ આપ્યો છે કે આરોપો હજુ સુધી સાબિત થયા નથી.
ADVERTISEMENT
એર હોસ્ટેસે શું કહ્યું
એર હોસ્ટેસે કહ્યું કે બનાવ સમયે તે એવી હાલતમા નહોતી કે દુષ્કર્મનો પ્રતિકાર કરી શકે કે કંઈ બોલી શકે. રૂમમાં બે નર્સો હતી, પરંતુ તેમણે કશું ન કર્યું. 13 એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 46 વર્ષીય મહિલાએ તેના પતિને આ વાત જણાવી હતી. ત્યારબાદ તરત જ, મહિલાએ સદર પોલીસનો સંપર્ક કર્યો અને આરોપીઓ સામે કેસ નોંધાવ્યો.
ADVERTISEMENT
સ્વીમિંગ પુલમાં ડૂબતાં કરાઈ હતી આઈસીયુમાં ભરતી
જાતીય શોષણનો ભોગ બનેલી મહિલા બંગાળની રહેવાસી હતી. તે ગુરુગ્રામમાં વર્કશોપ માટે આવી હતી. એક મોટી એરલાઇન સાથે તાલીમ કાર્યક્રમ દરમિયાન, મહિલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાની નજીક હતી. તેના પતિએ તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. બાદમાં, 5 એપ્રિલે તેણીને મેદાંતા ખસેડવામાં આવી. મહિલાની એફઆઈઆર મુજબ, બીજા દિવસે, 6 એપ્રિલે, આરોપીએ મહિલા પર જાતીય હુમલો કર્યો. પોલીસે બીજા દિવસે ભારતીય ન્યાય સંહિતાના છેડતી અને અન્ય સંબંધિત કલમો માટે કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે, અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આરોપી વ્યક્તિને શોધવા અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છે. હોસ્પિટલે જવાબ આપ્યો કે તેઓ દર્દીની ફરિયાદ વિશે જાણે છે અને પોલીસને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કંઈ સાબિત થયું નથી, પરંતુ તેમણે પોલીસને ઘટના સમયે સીસીટીવી ફૂટેજ સહિત તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા છે. તેમણે ઉમેર્યું કે તેઓ તપાસમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
શું બની હતી ઘટના
મેદાંતા હોસ્પિટલના સ્ટાફવાળો બેન્ડેજ લગાડવાને બહાને આઈસીયુમાં દાખલ થયો હતો અને તેણે વેન્ટિલેટર પર એર હોસ્ટેસ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બની ત્યારે બે નર્સ પણ હાજર હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ટેકનોલોજી / પહેલગામ આતંકવાદી હુમલામાં ડિજિટલ ફૂટપ્રિન્ટથી ખુલ્યું પાકિસ્તાન કનેક્શનનું રહસ્ય, જાણો તે શું છે
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.