બ્રેકિંગ ન્યુઝ
VTV / Air force strength to rise amid border tensions, China-Pakistan tensions rise
Last Updated: 08:06 PM, 5 January 2021
ADVERTISEMENT
મહત્વનું છે કે આ સમગ્ર કરારની કિંમત 2.5 અબજ ડોલર જેટલી હોવાનું નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સાથે મળીને મેક-ઇન-ઈન્ડિયાના ઈનિશિયેટિવ હેઠળ 56 C - 295 ટ્રાન્સપોર્ટ વિમાનના પ્રોજેક્ટ પર સંયુક્ત રૂપે કામ કરશે.
ADVERTISEMENT
પહેલા 16 વિમાનો તૈયાર અવસ્થામાં ભારત આવશે, 40 એસમ્બલ કરવામાં આવશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કરાર હેઠળ, એરબસ ફ્લાયઅવે એટલે કે તૈયાર સ્થિતિમાં સૌપ્રથમ 16 વિમાન પહોંચાડશે, જ્યારે બાકીના 40 TASL દ્વારા ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે તેની વર્ષના અંતની સમીક્ષામાં જણાવ્યું હતું કે એરબસનાં કુલ 56 C -૨95 વિમાનો ખરીદવાની ડીલ હવે અંતિમ ચરણમાં છે જેના પર ટૂંક જ સમયમાં શિ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ કેસ તેની રીતનો પહેલો છે, જેમાં ખાનગી કંપનીઓ ભાગ લેશે અને તે આપણા સંરક્ષણ ઉદ્યોગ માટે પ્રોત્સાહન સાબિત થશે.
આ નવા આવનારા C - 295 જૂના એવરો - 748 વિમાનની જગ્યા લેશે. તે જ સમયે, આ નવા વિમાન તે બધા જ કામ કરી શકશે જે જૂની વ્યક્તિઓ કરી શકતા ન હતા. એર વાઇસ માર્શલ મનમોહન બહાદુર (રિટાયર્ડ) એર ડાયરેક્ટર જનરલ, સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝે જણાવ્યું હતું કે એવરો -748 એ 1960 ના દાયકામાં બનાવાયેલા છે માટે તેમણે હવે બદલવા જરૂરી બની ગયા હતા. તેમણે ઉમેર્યું, C - 295 ને ખરીદવાણા પ્રસ્તાવ પર છેલ્લા 7 થી 8 વર્ષથી કામ થઈ રહ્યું હતું અને હવે આ વિમાન AN - 32 s માટે પણ એક રિપ્લેસમેન્ટ બની જશે.
HAL પાસેથી ખરીદવાના થતાં 83 LCA Mk 1 ની દીલને પણ મળી શકે છે મંજૂરી
પ્રથમ 16 વિમાન બે વર્ષની અંદર પૂરા પાડવામાં આવશે. મહત્વનું છે કે આ તમામ વિમાન કોઈપણ હવામાનમાં અને ટૂંકા સમયમાં તેમની મિશન માટે કોઈપણ પ્રકારની હવાઈ પટ્ટીઓ ઉડાન કરી શકશે. મંત્રાલયે તેની સમીક્ષામાં એમ પણ કહ્યું હતું કે ભારતીય વાયુ સેના માટે HAL પાસેથી ખરીદવાનાં 83 LCA Mk 1 એ વિમાનના કરાર પર પણ ટૂંક સમયમાં જ કેબિનેટ કમિટીની મંજૂરી બાદ હસ્તાક્ષર કરવામાં આવશે.
ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ મંત્રાલયે HAL પાસેથી 83 અદ્યતન તેજસ જેટ ખરીદવાની સોદાને મંજૂરી આપી હતી. આ આખી ડીલ લગભગ 38 હજાર કરોડની થશે. આ ડીલ પૂર્ણ થયા બાદ તેજસ વિમાનની કુલ સંખ્યા વધીને 123 થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.