બ્રેકિંગ ન્યુઝ
VTV / air force chief rakesh kumar singh bhadauria big statement india ready for war on both front
vtvAdmin
Last Updated: 02:15 PM, 5 October 2020
ભારત ચીન વિવાદ વચ્ચે LAC પર સ્થિતિ બદલવા માગતા ચીનને જવાબ આપવા માટે પણ ભારતે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. એર ચીફ માર્શલ વિકાસ ભદૌરીયાએ કહ્યું કે આપણે કોઈપણ સ્થિતિ માટે તૈયાર છીએ.
ADVERTISEMENT
પૂર્વીય લદ્દાખમાં છેલ્લાં ઘણાં સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો ચે આવામાં વાયુસેના પ્રમુખનું મોટું નિવેદન આવી રહ્યું છે.
વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે લદ્દાખ તો નાનો વિસ્તાર છે પણ આપણી તૈનાતી તમામ મુખ્ય સ્થાનો પર છે. આપણી તૈયારીઓ બે મોરચે યુદ્ધ કરવાની છે અને ભારતીય વાયુસેનામાં રફાલ આવવાથી શક્તિમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
#WATCH IAF chief says, "...We've deployed to all relevant operational locations, required to access this area. Be rest assured that we've deployed strongly & firmly in place to handle any contingency," when asked about deployment of Air Force in Ladakh during standoff with China. pic.twitter.com/evWpFsXBAw
— ANI (@ANI) October 5, 2020
પૂર્વી લદ્દાખમાં ભારતીય અને ચીની સૈન્ય સામ-સામે આવ્યા ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ સાથે જ પાકિસ્તાન ચીન સાથેના ટેન્શનનો લાભ લેવામાં વ્યસ્ત છે. પાકિસ્તાનને લાગે છે કે તે ભારતમાં આતંકવાદી ષડયંત્ર ચલાવવાની આ તકનો લાભ લઈ શકે છે. વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરિયાએ સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય સેના દરેક દુશ્મનનો સામનો કરવા તૈયાર છે.
લેહમાં ભારતીય વાયુ સેનાનું C-17S, ઈલ્યુશીન 76S અને C130J સુપર હર્ક્યુલર્સ વિમાન જે રાશન અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડી રહ્યું છે.
સૈનિકોને સામાન પહોંચાડવા માટે સિંધુ નદી પર ચિનૂક સતત ઉડી રહ્યા છે તો LAC પાસે ટેન્ક યુદ્ધાભ્યાસ કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.
વાયુ સેનાનું ચિનુક અને MI017V5S હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ તરફ ઉડાન ભરી રહ્યા છે. બોર્ડર પર ઠંડી સામે લડવા માટે પણ સ્પેશિયલ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.