air chief marshal rks bhadauria indian air force loc pok pakistan china
જમ્મુ કાશ્મીર /
ભારતીય વાયુસેનાએ આપ્યું એવું નિવેદન કે પાકિસ્તાન ફફડી ઉઠશે, કહ્યું બાલાકોટ જેવી ઍરસ્ટ્રાઈક...
Team VTV04:10 PM, 18 May 20
| Updated: 04:14 PM, 18 May 20
ભારતીય વાયુસેના કોરોના મહામારી વિરૂદ્ધ બોર્ડરથી લઇને દેશની અંદર દરેક મોર્ચે લડી રહ્યું છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ (આરકેએસ) ભદોરિયાએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે, બાલાકોટ જેવી એર સ્ટ્રાઇકની તૈયારી અમારી 24 કલાક રહે છે પરંતુ આ કાર્યવાહી અમારે કરવી કે નહીં આ દુશ્મન પર નિર્ભર કરે છે. પાકિસ્તાનને ડર હોવો જોઈએ. અમે ક્યારે એક્શન લઇશું તે અમે નક્કી કરીશું.
પાકિસ્તાનને ડર લાગવો જ જોઈએ
અમે ક્યારે એક્શન લઇશું તે અમે નક્કી કરીશું
કાશ્મીર આપણું, સ્પષ્ટ કરી ચૂક્યું છે ભારત
ભારતીય વાયુસેના (IAF) પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં ઘુસીને આતંકી લૉન્ચ પેડ્સને ફરી નિશાન બનાવવા માટે તૈયાર છે. મેની શરૂઆતમાં હંદવાડા એન્કાઉન્ટર થયું હતું જેમાં ભારતે પોતાના પાંચ જવાન ખોયા હતા. આ અથડામણ બાદથી જ પાકિસ્તાનને ડર છે કે ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું કે, પાકિસ્તાનને ટેન્શન થવું પણ જોઈએ. તેમણે કહ્યું કે, IAF ચોવીસ કલાક તૈયાર છે.
પાકિસ્તાનને ડર લાગવો જ જોઈએ
એરફોર્સના ચીફએ ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, 'જ્યારે પણ આપણી ધરતી પર કોઈ આતંકવાદી હુમલો થાય છે, તેને (પાકિસ્તાન) ચિંતા થવી જ જોઈએ. તેમને જો ટેન્શન મુક્ત થવું હોય તો ભારતમાં આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું પડશે.' શું ભારત ફરીથી PoKમાં કોઈ એર સ્ટ્રાઇક કરવા તૈયાર છે? આ સવાલ પર ભદોરિયાએ કહ્યું કે, જો પરિસ્થિતિની આ માંગ હશે તો બિલકુલ, ભારતીય એરફોર્સ 24*7 રેડી છે.
કાશ્મીર આપણું, સ્પષ્ટ કરી ચૂક્યું છે ભારત
ભારતે બે શબ્દોમાં પાકિસ્તાનને સમજાવ્યું હતું કે તેઓ કાશ્મીરમાં પોતાની કરતૂતો બંધ કરે. ગિલગિટ-બાલ્ટિસ્તાન, મીરપુર અને મુઝફ્ફરાબાદ સહિત સમગ્ર કાશ્મીર ભારતનું છે. ભારતીય હવામાન વિભાગ હવે પોતાના બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના હવામાનની પરિસ્થિતિ પણ જણાવે છે. ત્યારે ડીડી ન્યૂઝ, આકાશવાણી પર પ્રસારિત થનારા પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિન્સમાં પણ ભારતના આ વિસ્તારોના અપડેટ મળવા લાગ્યા છે.
ચીન તરફથી થઇ રહેલી હવાઈ ગતિવિધિઓ પર અમારી નજર
ત્યારે ચીનને લઇને એર ચીફ માર્શલે કહ્યું કે, તેમના તરફથી જે હવાઈ ગતિવિધિઓ થઈ છે તેને અમે સમગ્ર રીતે મોનિટર કરી રહ્યા છીએ. જરૂર પડતા જરૂરી કાર્યવાહી પણ કરીએ છીએ. અમને કોઈ શંકા નથી કે બન્ને બોર્ડર પર કોઈ કાર્યવાહી થાય છે તો તેમના વિરૂદ્ધ અમે પણ એક્શન લઇએ છીએ.