બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: તેજસ વિમાનની ડિલીવરીમાં મોડું થતા ભડકી ઉઠ્યાં એર ચીફ માર્શલ, કહ્યું 'મજા નહીં આ રહા'
Last Updated: 11:48 AM, 12 February 2025
ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ ફાઈટર જેટ્સ બનાવતી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ (HAL) પર ભડકી ગયા છે. એર ચીફ માર્શલે ફાઈટર જેટ તેજસ MK1A ની ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમને HAL પર વિશ્વાસ નથી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ACM A P Singh is a very passionate fighter pilot and doesn’t mince words while putting across his opinion about the shoddy pace of delivery of our indigenous fighter plane.
— Brigadier Hardeep Singh Sohi,Shaurya Chakra (R) (@Hardisohi) February 11, 2025
A true leader & nationalist who means well for the #IndianAirForce and India.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mEPCJTyJlk
એર ચીફ માર્શલે ફાઈટર જેટ્સની ડિલિવરીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એરો ઇન્ડિયા શો દરમિયાન એરક્રાફ્ટનું નિરીક્ષણ કરતા HAL ના અધિકારીઓને કહ્યું કે તેમને કંપની પર હાલ કોઈ વિશ્વાસ નથી. એર ચીફ માર્શલ એપી સિંહે બેંગલુરુમાં આયોજિત એરો ઇન્ડિયા 2025 ની શરૂઆતમાં એચએએલને લઈને આ વાત કહી. કંપનીથી તેમની નારાજગી હલકા લડાકૂ વિમાન તેજસની ડિલિવરી અને અપગ્રેડમાં થનારા વિલંબને લઈને છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે તમારે અમારી ચિંતાઓને દૂર કરવી પડશે, અમને વધુ ખાતરી આપવી પડશે. હાલ મને એચએએલ પર વિશ્વાસ નથી જે ખૂબ જ ખોટું છે. વાયુસેનાના વડાએ એચએએલને લઈને કહ્યું કે હું તમને જણાવી શકું છું કે અમારી જરૂરતો અને ચિંતાઓ શું છે.
એર ચીફ માર્શલે HAL વિશે શું કહ્યું?
એપી સિંહે કહ્યું, "બધા કહી રહ્યા છે કે થઈ જશે, કેવી રીતે કરશે? વસ્તુઓ મિશન મોડમાં હોય તેવું લાગતું નથી. HAL અમારી પોતાની કંપની છે. અમે બધાએ ત્યાં કામ કર્યું છે. મને લાગે છે કે આપણે મિશન મોડમાં નથી. મને વચન આપવામાં આવ્યું હતું કે જયારે હું ફેબ્રુઆરીમાં અહીં આવીશ, તો અમને 11 Mk1A વિમાન મળશે પરંતુ હજુ સુધી એક પણ તૈયાર નથી. મજા નથી આવી રહી, આપણે આ સિસ્ટમમાં મોટા ફેરફારની જરૂર છે."
આ પણ વાંચો: ક્યાંક તમારી ગાડીને 20 વર્ષ નથી થઇ ગયા ને! તો ખિસ્સાં ઢીલા કરવા તૈયાર રહેજો, જાણો કેમ
HAL એ આપી સ્પષ્ટતા
બીજી તરફ, HAL એ હવે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. HAL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડીકે સુનિલે કહ્યું કે હું કહેવા માંગુ છું કે વિમાનની ડિલિવરીમાં વિલંબ આળસ કે બેદરકારીને કારણે નથી. તેમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જેનું નિરાકરણ કરી લેવામાં આવ્યું છે. એર ચીફ માર્શલની ચિંતા વાજબી છે. HAL માં વિવિધ સ્તરે બેઠકો યોજાઈ છે અને ટૂંક સમયમાં વિમાનોની ડિલિવરી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.