બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વધુ એક સરકારી નોકરીની તક ઝડપી લેજો! 4500થી વધુ પદો પર પડી બમ્પર ભરતી, જાણો યોગ્યતા

તમારા કામનું / વધુ એક સરકારી નોકરીની તક ઝડપી લેજો! 4500થી વધુ પદો પર પડી બમ્પર ભરતી, જાણો યોગ્યતા

Last Updated: 04:20 PM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક. AIIMSમાં 4500 થી વધુ જગ્યાઓ માટે બહાર પડી ભરતી. AIIMSની કોમન રિક્રુટમેન્ટ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે ભરતી. તો ચાલો જાણીએ કયા ઉમેદવારો અરજી કરી શકે છે અને શું વયમર્યાદા હશે.

સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ નોકરીની ઉત્તમ તક છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી માટે સામાન્ય ભરતી પરીક્ષા માટેનું એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ AIIMS CRE ભરતી 2024 પરીક્ષા માટે અરજી કરવા આતુર છે, તેઓ 31 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

કોણ કરી શકે છે આવેદન?

જો કોઈ જનરલ/ઓબીસી કેટેગરીના ઉમેદવાર અરજી કરે છે તો તેઓને 3000 રૂપિયાની અરજી ફી ભરવી પડશે. જ્યારે SC/ST/EWS કેટેગરીના ઉમેદવારોએ 2400 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. આ ફી તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટબેંકિંગ થકી ભરી શકો છો. આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

વધુ વાંચો: આ લક્ષણો દેખાય એટલે સમજી જજો કે હાર્ટમાં સમસ્યા, અગમચેતી હશે તો બચી જશો

AIIMS CRE ભરતીમાં કુલ 4576 જગ્યાઓ ભરવામાં આવશે. કુલ ભરતીમાંથી, 813 જગ્યાઓ નર્સિંગ ઓફિસર, પબ્લિક હેલ્થ નર્સ, વરિષ્ઠ નર્સિંગ ઓફિસર માટેની છે અને 663 ડ્રેસર, હોસ્પિટલ એટેન્ડન્ટ, નર્સિંગ એટેન્ડન્ટ, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ, ઑપરેટર માટેની છે. આ સિવાય ઘણી બધી જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવશે.

આ રીતે કરો અરજી:

  • સત્તાવાર વેબસાઇટ https://aiimsexams.ac.in/ પર મુલાકાત લો.
  • ત્યારબાદ માહિતી, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અન્ય વિગતોની નોંધણી કરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોના રજીસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન આઈડી મોકલવામાં આવશે.
  • અરજી ફોર્મ અને શૈક્ષણિક લાયકાત જેવી જરૂરી વિગતો ભરી કાઢો.
  • આ પછી અપલોડ ઇમેજના ટેબ પર ક્લિક કરો અને ફોટો, સિગ્નેચર અને અંગૂઠાનું નિશાન અપલોડ કરો.
  • બધી વિગતો ચકાસ્યા બાદ પેમેન્ટ કરો.
  • હવે અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢીને રાખો.

શું હશે પરીક્ષાની પેટર્ન?

CRE AIIMS પરીક્ષામાં કુલ 100 MCQ પ્રશ્નો છે. સાચા જવાબ માટે 4 માર્ક આપવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે. દરેક ખોટા જવાબ માટે 1/4 માર્કસનું નેગેટિવ માર્કિંગ હશે. યોગ્યતાના ગુણ UR/EWS માટે 40%, OBC માટે 35% અને SC-ST માટે 30% હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS Recruitment AIIMS Government recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ