બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજૂએ AIFFમાં આપી હાજરી, કહ્યું નવીન પહેલોને કેન્દ્રનું સંપૂર્ણ સમર્થન
Last Updated: 02:09 PM, 17 January 2025
છત્રપતિ સંભાજીનગર ખાતે 10 મા અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (AIFF)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ હાજરી આપી હતી. જેમાં સચિવ સંજય જાજુએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઇ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સોફ્ટ પાવર' તરીકે સિનેમાના મહત્વ પર સતત ભાર મૂક્યો છે અને ફિલ્મ ઉદ્યોગને તેમનો ટેકો આપ્યો છે. ત્યારે હાલ ભારતીય ફિલ્મો વૈશ્વિક પ્રેક્ષકોને આકર્ષિત કરી રહી છે અને વિશ્વભરમાં અસાધારણ પ્રશંસા મેળવી રહી છે.
ADVERTISEMENT
Shri. Sanjay Jaju, Secretary, Ministry of Information & Broadcasting, visited and interacted with attendees at the 10th Ajanta Ellora International Film Festival on its second day.
— Ajanta-Ellora International Film Festival (@aeiffest) January 16, 2025
(1/n) @MIB_India@NFAIOfficial pic.twitter.com/GYcyitsQwZ
તેઓ 15 જાન્યુઆરીના રોજ આ પ્રસંગે સંબોધન કરવાના હતા, પરંતુ અણધાર્યા કારણોસર તેઓ હાજર ન રહી શકતા બીજા દિવસે ફિલ્મ ફેસ્ટીવલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓનું એઆઈએફએફના માનદ અધ્યક્ષ અને પ્રશંસનીય ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકર, ઓર્ગેનાઈઝિંગ કમિટીના ચેરપર્સન નંદકિશોર કાગલીવાલ, ફેસ્ટિવલ ડિરેક્ટર સુનીલ સુકથંકર, આર્ટિસ્ટિક ડિરેક્ટર ચંદ્રકાંત કુલકર્ણી, ક્રિએટિવ ડાયરેક્ટર જયેશ ગિદશ, શિવજી, જયેશ હોટ, કદમ અને કન્વીનર નિલેશ રાઉત સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ દ્વારા ફેસ્ટિવલમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સમૃદ્ધ વારસામાં આધુનિક ઉમેરો
ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતાં સંજય જાજુએ હાઇલાઇટ કર્યું કે સિનેમા એ પ્રાચીન નાટ્ય શાસ્ત્રની કલા, નાટક, નૃત્ય અને સંગીતના ભારતના લાંબા અને સમૃદ્ધ વારસામાં આધુનિક ઉમેરો છે. મેં કેન્દ્રીય સચિવનો ચાર્જ સંભાળ્યો તેને એક વર્ષ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન છત્રપતિ સંભાજીનગર જેવા પ્રદેશોમાં સાંસ્કૃતિક ગતિશીલતા અને સિનેમેટિક વિવિધતા અને AIFF જેવા ઉત્સવોની સાક્ષી ખરેખર પ્રેરણાદાયક છે. આ તહેવારની સ્થાપના માટે સ્થાનિક સમુદાયોના સામૂહિક પ્રયાસો ખૂબ પ્રશંસાને પાત્ર છે તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભરશિયાળે વાદળોની ગર્જના! આ 8 રાજ્યોમાં 4 દિવસ ભારે વરસાદની ચેતવણી, IMDની આગાહી
તેમણે આશુતોષ ગોવારકર દ્વારા આયોજીત માસ્ટરક્લાસમાં પણ હાજરી આપી હતી, જેમાં તેઓ આંતરદૃષ્ટિ અને ક્રિયાપ્રતિક્રિયાઓથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ખાતરી આપી હતી કે ભારત સરકાર એઆઈએફએફ જેવી નવીન પહેલોને સંપૂર્ણ સમર્થન આપશે, જે તેમની વિશિષ્ટતા માટે અલગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નિર્લજ્જતાની પરાકાષ્ઠા / પહેલા સૌરભ સાથે ખૂનની હોળી, પછી મર્ડર કરીને પ્રેમી સાથે રંગોની હોળી, મુસ્કાનનો જુઓ નવો વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.