બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / AIADMK Says Bye-Bye to NDA Ahead of 2024 Elections: Gain or Loss for BJP in Tamil Nadu Politics?

રાજનીતિ / 2024ની ચૂંટણી પહેલા જ AIADMKએ NDAને કહ્યું બાય-બાય: તમિલનાડુ પોલિટીક્સમાં BJP માટે ફાયદો કે નુકસાન?

Megha

Last Updated: 12:26 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIADMK એ ગઠબંધન તોડતા કહ્યું કે ભાજપના નેતાઓ અમારી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા છે એટલે અમે આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહ્યા છીએ.'

  • AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહ્યું છે
  • ગઠબંધન તૂટવાની જાહેરાત થતાં પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી 
  • AIADMK સાથે ગઠબંધનમાંથી બહાર થવું ભાજપ માટે ફાયદાકારક?

હાલમાં, તમિલનાડુમાં ડીએમકે અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે અને બંને પક્ષોના ટોચના નેતાઓએ લોકસભાની ચૂંટણી એકસાથે લડવાની જાહેરાત કરી છે. પરંતુ અહીં ચૂંટણી પહેલા જ એનડીએ ગઠબંધન તૂટયું અને સોમવારની બેઠક બાદ AIADMKએ ગઠબંધનથી અલગ થવાની જાહેરાત કરી છે. 

AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહ્યું છે
AIADMK તરફથી કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ અમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ કહ્યું, 'AIADMK આજથી બીજેપી અને NDA સાથેના તમામ સંબંધો તોડી રહ્યું છે.' આનાથી તમિલનાડુમાં ભાજપની આશાઓને ફટકો પણ પડી શકે છે. 

ગઠબંધન તૂટવાની જાહેરાત થતાં પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી 
આને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભાજપ માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. ગઠબંધન તૂટવાની જાહેરાત થતાં જ પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ચાલો તમને વિવાદોનું કારણ જણાવીએ.  વાસ્તવમાં, ગઠબંધન તોડવાનો સમગ્ર વિવાદ તમિલનાડુમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષની ટિપ્પણીથી શરૂ થયો છે . થોડા દિવસો પહેલા, AIADMK ગઠબંધન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈની ટિપ્પણીઓ અંગે ફરિયાદ કરી હતી. જોકે, ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સતત પાર્ટી માટે કામ કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં તેમને પદ પરથી હટાવી શકાય નહીં. 

રાજ્ય સ્તરની રાજનીતિના કારણે ગઠબંધન તૂટ્યું
એવું  કહેવામાં આવી રહ્યું છે કે આ ગઠબંધન તૂટવાનું કારણ AIADMKના વરિષ્ઠ નેતાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચેની ખેંચતાણ છે. વાસ્તવમાં, ભાજપના પ્રદેશ અધ્યક્ષે થોડા સમય પહેલા સનાતન વિવાદ પર ટિપ્પણી કરી હતી અને તેમણે AIADMKના નેતાઓ પર પણ કેટલીક ટિપ્પણીઓ કરી હતી. પાર્ટીએ આ અંગે ભાજપ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરી હતી. ભાજપની નેતાગીરી રાજ્યમાં પોતાના કાર્યકર્તાઓની સંખ્યા વધારવામાં વ્યસ્ત છે અને આવી સ્થિતિમાં રાજ્યના નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છતું નથી. આ કારણોસર બંને પક્ષો ચૂંટણી પહેલા જ અલગ થઈ ગયા હતા.

AIADMK સાથે ગઠબંધનમાંથી બહાર થવું ભાજપ માટે ફાયદાકારક?
તમિલનાડુમાં જયલલિતાના નિધન બાદ AIADMK સાચા અર્થમાં નબળી પડી છે. ચૂંટણીમાં પણ પ્રદર્શન નબળું રહ્યું છે. ગત વખતે લોકસભામાં માત્ર એક જ સીટ જીતી હતી. ભાજપે 5 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી ન હતી. આ પછી એઆઈએડીએમકેને વિધાનસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો અને તે સત્તાથી બહાર થઈ ગઈ. હવે ભાજપ પોતાના દમ પર તમિલનાડુમાં પોતાનું સમર્થન વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેથી તમિલનાડુમાં ભાજપ પાસે ગુમાવવા જેવું કંઈ નથી, હા, જો તે પોતાની રણનીતિમાં સફળ રહે છે તો AIADMK સાથે ગઠબંધનમાંથી બહાર થવું તેના માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

AIADMK AIADMK and NDA AIADMK ગઠબંધન Political News Tamil Nadu politics aiadmk-bjp alliance તમિલનાડુ પોલિટીક્સ AIADMK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ