બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / AI Fraud Case: In China a person used AI to make a fake Video call and stolen 5 crore rupees

લૂંટ ગયે હમ તો વીડિયો કૉલ પે / ગજબ સ્કેમ! AIની મદદથી લૂંટી લીધા 5 કરોડ રૂપિયા, મિત્રને મદદ કરવાના ચક્કરમાં લૂંટાઈ ગયો

Vaidehi

Last Updated: 12:55 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIનો ખોટો ઉપયોગ કરીને પીડિતનાં મિત્રનો ચહેરો બનાવ્યો અને વીડિયો કોલ કરી પીડિત પાસેથી 5 કરોડ લૂંટી લીધા... AIથી થયેલો આ સ્કેમ ચોંકાવનારો! ચેતી જજો.

  • AI Fraudનો વધુ એક મામલો આવ્યો સામે
  • પીડિતનાં ખાસ મિત્રનાં AI ચહેરાનો ઉપયોગ કર્યો
  • વીડિયો કોલ કરી લૂંટી લીધાં 5 કરોડ રૂપિયા

આજકાલ AIનાં ગ્રોથની સારી-નરસી બંને અસર દુનિયાનાં લોકો પર થઈ રહી છે. લોકોની રોજગારી AIનાં લીધે જોખમમાં છે તો બીજી તરફ માણસનાં મગજ જેવું જ કામ સેકન્ડ્સમાં કરી આપતી આ ટેકનોલોજી વિકાસમાં મદદરૂપ છે. પરંતુ આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી ફ્રોડ થવાનાં કેસ પણ સામે આવવાં લાગ્યાં છે. AI Fraud કરીને એક વ્યક્તિએ મિત્રનાં નામે પીડિત પાસેથી 5 કરોડ રૂપિયા લૂંટી લીધા. જાણો મામલો.

એક મિત્રનો AI ચહેરો બનાવી અને તેનો મીસયૂઝ કર્યો 

આ કેસ ચીનનાં બાઓટો શહેરનો છે. માહિતી અનુસાર આરોપીએ ફરિયાદીનાં એક મિત્રનો AI ચહેરો બનાવી અને તેનો મીસયૂઝ કર્યો. તેણે ફરિયાદીને વીડિયો કોલ કરીને 5 કરોડ રૂપિયા ઠગી લીધાં. આ ફ્રોડ AI ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. તેમાં ઓનલાઈન ફેક ફોટો અને વીડિયો યૂઝ કરવામાં આવે છે જે ઓરિજનલ જ લાગે છે.

5 કરોડ રૂપિયા ઠગ્યાં
મીડિયાનાં રિપોર્ટ અનુસાર આરોપીએ પહેલાં ફેસ સ્વેપિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો. તેણે વીડિયો કોલ કરીને પીડિત મિત્રનાં એક અન્ય મિત્રનો ચહેરો લગાવીને તેની પાસેથી 4.3 મિલિયન યુઆન એટલે કે આશરે 5 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવા માટે કહ્યું. પીડિતને લાગ્યું કે તેનાં મિત્રને પૈસાની જરૂર છે તેથી તેણે પૈસા મોકલી દીધાં. પાછળથી ખબર પડી કે તે છેતરાયો હતો.

અમેરિકામાં પણ આવો જ એક કેસ આવ્યો હતો સામે
થોડા સમય પહેલા વધુ એક AI Fraudનો મામલો સામે આવ્યો હતો. સ્કેમરે ટેકનોલોજીની મદદથી એક છોકરીનો ફેક અવાજ બનાવ્યો હતો અને તેની માતા પાસેથી ફેક કિડનેપિંગનાં બહાને પૈસા વસૂલ્યાં હતાં. આ કેસ અમેરિકાનાં એરિજોના રાજ્યનો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Fake Video Call artificial intelligence fraud આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફેક વીડિયો કોલ ફ્રોડ AI Fraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ