બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ai da robot in british parliament for special programmed but some error came in ai

OMG! / ભલે હું જીવિત નથી પણ...: બ્રિટનની સંસદમાં પહેલીવાર રોબોટે કર્યું સંબોધન, જોતાં રહી ગયા નેતાઓ

MayurN

Last Updated: 01:23 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકેની સંસદમાં રોબોટે બ્રિટિશ સાંસદોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંબોધન આપ્યું હતું અને તેમના વચ્ચે સવાલ જવાબ થયા હતા.

  • યુકેની સંસદમાં એક રોબોટ્સએ ભાગ લીધો
  • બ્રિટિશ સાંસદોએ રોબોટ્સને ઘણા સવાલો પૂછ્યા
  • સંવાદની વાતો વચ્ચે અચાનક રોબોટમાં આવ્યો પ્રોબ્લેમ

રોબોટ્સ હવે દુનિયા માટે કોઈ નવી વસ્તુ નથી રહી. તેના અનેક રૂપો દુનિયાની સામે આવી ગયા છે. આ રોબોટ લોકોને પણ આશ્ચર્યચકિત કરે છે. મંગળવારે યુકેની સંસદમાં રોબોટના કારણે થોડા સમય માટે વિચિત્ર સ્થિતિનું નિર્માણ થયું હતું. ખરેખર, ત્યાં એક ખાસ મહેમાન હતા જે એક રોબોટ હતા અને તેઓ બ્રિટિશ સાંસદોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંબોધન કરી રહ્યા હતા, જે વિજ્ઞાનની દુનિયાની અનોખી ક્રાંતિ છે.

સાંસદોએ રોબોટ્સને પૂછ્યા પ્રશ્નો
રિપોર્ટ અનુસાર ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ બનાવ્યો છે જે મનુષ્ય જેવો દેખાય છે. તેનું નામ  AI-DA રાખવામાં આવ્યું છે. તેનું નામ બ્રિટીશ ગણિતશાસ્ત્રી એડા લવલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ રોબોટને વિશ્વનો પ્રથમ અલ્ટ્રા રિયાલિસ્ટિક આર્ટિફિશિયલ હ્યુમનોઇડ રોબોટ આર્ટિસ્ટ કહેવામાં આવે છે. જ્યારે તેને સંસદમાં લાવવામાં આવ્યું ત્યારે સાંસદો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્જનાત્મક ઉદ્યોગ માટે કોઈ ખતરો ઉભો કરી રહી છે?

 

જવાબ આપતી વખતે, અચાનક રોબોટમાં એક સમસ્યા આવી ગઈ
રોબોટે બ્રિટિશ સંસદને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, "હું કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને એલ્ગોરિધમ્સ સાથે ચાલું છું અને કલાત્મક વસ્તુઓ બનાવી શકું છું." પરંતુ વચ્ચે કંઈક એવું બન્યું કે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ. ખરેખર, આ રોબોટ યજમાનો સાથે વાત કરતી વખતે સૂઈ ગયો. ઊંઘ આવવાને કારણે તેની આંખો ડરામણી ઝોમ્બિઓ જેવી થઈ ગઈ. જોકે, આ ટેક્નિકલ ખામીને તરત જ ઠીક કરી દેવામાં આવી હતી. જોતજોતામાં રોબોટનો ચહેરો ઝોમ્બી જેવો થઈ ગયો. આ જોઈને તેને બનાવનાર એડન મેલરે તેને રીબૂટ કરી દીધો. તેણે તેને ચશ્મા પહેરાવ્યા અને આગળનો કાર્યક્રમ શરૂ કર્યો.

 

રોબોટે તેની વિશેષતા જણાવી
હાઉસ ઓફ લોર્ડ્સ કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ કમિટીએ AI-DAને પૂછ્યું હતું કે તમે કલાત્મક કૃતિઓ કેવી રીતે બનાવો છો અને તે મનુષ્યો દ્વારા બનાવવામાં આવતી કૃતિઓથી કેવી રીતે અલગ છે? આના પર AI-DAએ કહ્યું, "હું મારી આંખોમાં કેમેરા, મારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક આર્મ્સથી કેનવાસ પર પેઇન્ટ કરી શકું છું, આ તસવીરો ખૂબ જ આકર્ષક છે. જોકે મને આ બાબતોનો વ્યક્તિલક્ષી અનુભવ નથી, તેમ છતાં હું તેને બનાવવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ અને એલ્ગોરિધમ્સ પર આધાર રાખું છું, પરંતુ હું કલાત્મક વસ્તુઓ બનાવી શકું છું.

સંકળાયેલા મુદ્દાઓ

Humanoid Robots UK Parliament ai da artificial intelligence programme uk parliament news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ