બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આડા સંબધની શંકા, પતિએ સાળા સાથે મળી પ્રેમીને જાહેરમાં ઝીંક્યા છરીના ઘા, અમદાવાદને ધ્રુજાવતું મર્ડર
Last Updated: 10:53 PM, 16 January 2025
અમદાવાદમાં પત્નિ સાથે આડા સંબધની શંકા રાખીને પતિએ સાળા સાથે મળીને પ્રેમીની કરપીણ હત્યા કરી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી સાકળચંદ મુખીની ચાલીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક નિતિન પઢીયારની જ ચાલીમાં રહેલા બે આરોપી કીરણ ચૌહાણ અને ગીરીશ સરગરાએ તેની જાહેરમાં ઘાતકી હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી કિરણને પોતાની પત્નીનું મૃતક નિતિન સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જે કારણે કિરણ અને નિતિન વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. જેની અદાવત રાખીને આરોપી કિરણએ પોતાના સાળા ગિરીશ સાથે મળીને નીતિન ઘર નજીક પાણી પુરી ખાવા ગયો હતો ત્યારે જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપીઓ પર આક્ષેપ કર્યા હતા કે તે બુટલેગર છે અને MD ડ્રગ્સનો ધંધો કરે છે
ADVERTISEMENT
શંકા રાખી સાળા બનેવીએ કરી હત્યા
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક નિતિનના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા તેને 3 બાળકો તથા પરિવાર સાથે તે સાકળચંદ મુખીની ચાલીમાં રહે છે. રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાથે જ આરોપી કિરણ તેની પત્નિ સાથે નજીકમાં જ રહેતો હતો. નિતિન અને આરોપી કીરણની પત્ની વચ્ચે સંબંધની શંકાથી અગાઉ પણ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાતની શંકા રાખી સાળા બનેવીએ કિરણ અને ગીરીશે હત્યાને અંજામ આપ્યો હોવાનુ સામે આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સૈફઅલી પર ઘાતકી હુમલાથી લઈ 8માં પગાર પંચ અને ISROના કમાલ સુધી..જુઓ 8 મોટા સમાચાર
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જોકે અન્ય એક દેવા નામના આરોપીનું નામ પણ પરિવારજનો જણાવી રહ્યાં છે. જોકે હત્યામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ ઝડપાયેલ આરોપી વિરૂદ્ધ અગાઉ પ્રોહિબીશનના ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી હત્યા પાછળ અનૈતિક સબંધ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.