Video / ગૃહવિભાગના જાહેરનામા અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા: પ્રજાને ફરજીયાત માસ્કની આદત પાડવી જોઈએ

સરકારે કારચાલકો માટે માસ્ક મુદ્દે નવો નિયમ બહાર પાડ્યો છે. કારમાં એક જ વ્યક્તિ હશે તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી છે. જોકે ડ્રાઈવર સાથે એકથી વધુ વ્યક્તિ હશે તો માસ્ક ફરજિયાત છે. ગૃહ વિભાગના જાહેરનામા અંગે અમદાવાદીઓએ કહ્યું કે પ્રજાને ફરજિયાત માસ્કની આદત પાડવી જોઈએ. સરકાર છૂટ આપી આદત છોડાવતી હોય તેવું લાગે છે. સરકાર ભલે છૂટછાટ આપે પણ કારચાલકો માસ્ક જરૂર પહેરશે. દરેકે પોતાની સેફ્ટી રાખવી જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ