બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabadi's favorite place to visit will be 'locked' after noon

સાવચેતી / ફરવા માટે અમદાવાદીઓની ફેવરિટ જગ્યા બપોર બાદ થશે 'લૉક': કોરોનાના કારણે લેવાયો મોટો નિર્ણય

Priyakant

Last Updated: 01:37 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન સહિત વિશ્વભરમાં કોરોના કહેરને લઈ હવે ગુજરાત અને ખાસ કરી અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય

  • અમદાવાદમાં ફ્લાવર શૉ દરમિયાન બપોર બાદ અટલ બ્રિજ રહેશે બંધ
  • મોટી સંખ્યામાં લોકોના આવવાથી કોઈ દુર્ઘટના ન થાય તે માટે નિર્ણય
  • ફ્લાવર શૉ દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રહેશે 
  • સવારથી બપોરે 2 વાગ્યા સુધી જ અટલ બ્રિજ લોકો માટે ખુલ્લો રખાશે

ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના ભાગરૂપે હવે એક મોટો નિર્ણય લેવાયો છે. વિગતો મુજબ અમદાવાદમાં ફ્લાવર શૉ દરમિયાન બપોર 2 વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ચીન સહિત વિશ્વભરમાં કોરોના કહેરને લઈ હવે ગુજરાત અને ખાસ કરી અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. 

અટલ બ્રિજ રહેશે બંધ

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છે. AMC દ્વારા રિવરફ્રન્ટની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. જોકે હવે કોરોના સંક્રમણને લઈ અને મોટી સંખ્યામાં લોકોના આવવાથી કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા અમદાવાદમાં ફ્લાવર શૉ દરમિયાન બપોર બાદ અટલ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે સવારથી બપોરે 2 વાગ્યા સુધી જ અટલ બ્રિજ લોકો માટે ખુલ્લો રખાશે.

 

રિવરફ્રન્ટ ખાતે યોજાશે ફ્લાવર-શૉ

ડિસેમ્બરના અંતિમ સપ્તામાં અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાતો હોય છે. જેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર  ફ્લાવર શો જોવા ઉમટતા હોય છે. ફલાવર શો ની ઉજવણીના ભાગરૂપે ફૂલોનું વાવેતર શરૂ કરવામાં આવ્યુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Flower Show atal bridge અટલ બ્રિજ અમદાવાદ રિવરફ્રન્ટ કોરોના વાયરસ ફ્લાવર શો Ahmedabad Flower Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ