બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabadians, get ready to roast in the scorching heat

હવામાન આગાહી / અમદાવાદીઓ, ધોમધખતા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજો, ગરમીમાં રાહત નહીં મળે, ઈમર્જન્સી કોલ વધ્યા

Dinesh

Last Updated: 08:05 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અચાનક જ ગરમીની તીવ્રતા ભયાનક હદે વધતાં 108ને મળતા ઈમર્જન્સી કોલ અને બીમાર પડતા લોકોની સંખ્યા પણ વધી

  • ગરમીના કારણે અમદાવાદ શહેરમાં 108ને મળતા કોલમાં ઉછાળો 
  • વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી
  • હજુ પણ અમદાવાદમાં ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી

 

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે મોસમનો મિજાજ વારંવાર બદલાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ શહેરીજનોને અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી,   ભરૂચ,   છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. આજે ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં  ગરમીનો પારો 42 ડિગ્રી સુધી જઈ શકે છે.

રાજ્યના કેટલાક ભાગોમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે
ગરમીની તીવ્રતા અચાનક જ ભયાનક હદે વધી જતાં અમદાવાદ શહેરમાં 108 ઇમર્જન્સી સર્વિસને મળતા કોલમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીના કારણે બીમાર પડતાં લોકોની સંખ્યા પણ વધી છે. હવામાન નિષ્ણાતોના મતે આવતી કાલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહી શકે છે. જયારે 20થી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. તા.25-26 એપ્રિલે રાજ્યમાં ફરી આંધીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે બે દિવસ બાદ એક ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં એક ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉત્તરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે તો બીજી તરફ રાહત આપનારા સમાચારમાં હાલ એલર્ટની કોઈ આગાહી નથી. 

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યાં છે. પવન અને વરસાદને કારણે જર્જરીત માળખાને નુકસાન થઈ શકે છે. તેનાથી લોકોને દૂર રહેવા   જણાવાયું છે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું. બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.   સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.   ઝાડ નીચે ઊભા ન રહેવું. વીજ ઉપકરણોથી દૂર રહેવું. ગઈ કાલે અમદાવાદમાં 40.08, રાજકોટમાં 41.03, જૂનાગઢમાં 41.02, ગાંધીનગરમાં 41, ભૂજમાં 41, વડોદરામાં 40.02 ડાંગમાં 40.06 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  હજુ પણ અમદાવાદમાં ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે.

હજુ શાળાઓ ચાલુ હોવાથી બાળકોની ખાસ સંભાળ રાખજો
શાળાઓમાં વેકેશન પડવાને થોડા દિવસની વાર છે ત્યારે આ ગરમી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. 40 ડિગ્રી ગરમીમાં પણ તાપની તીવ્રતા વધુ હોવાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વાલીઓને પણ આ અંગેનાં સૂચનો આપવામાં આવી રહ્યાં છે. ગરમી બાળકોને હીટસ્ટ્રોક લાવી શકે છે. જેથી   પાણીનું સેવન વધારીને હીટવેવની અસર ઘટાડી શકાય છે. જો બાળકને તરસ ન લાગી હોય તો પણ ખાતરી કરવી જરૂરી છે કે તે દરરોજ 2-3 લિટર પાણી પીએ છે કે કેમ. તેમને વધુ પ્રવાહી પીવા માટે પ્રોત્સાહિત કરવાં માટે, વોટર બોટલમાં તેમને નારિયેળ પાણી, લીંબુ પાણી, શરબત આપી શકાય છે. શાળાઓમાં બપોરના સમયે આઉટડોર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સવારેના 10થી સાંજના પાંચ વાગ્યાની વચ્ચે સૂર્યનાં કિરણો સૌથી કઠોર હોય છે. તે હીટવેવ સાથે સંકળાયેલું જોખમ છે. બાળકને સ્કૂલે મૂકવા કે લેવા જતી વખતે ખાસ કેપ પહેરાવવી જેથી સીધા તડકાથી બચી શકાય. સ્કૂલેથી આવ્યા બાદ તરત જ એસીની ઠંડી હવાથી બાળકને દૂર રાખવાં તેમજ બપોરના સમયે બાળકને ઘરની બહાર ન જવા દેવું. જેવાં સૂચનો શાળાઓમાં આપવામાં આવી રહ્યાં છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Heat Wave Weather update ahmedabad mews scorching heat અમદાવાદ ન્યૂઝ હવામાનની આગાહી gujarat wethar updated
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ