Ahmedabad youth combodiya hotel rape police complaint
ફરિયાદ /
કેનેડા જવા એજન્ટો ન રાખતાં, અમદાવાદના આ યુવક સાથે જે થયું એવું ભગવાન કોઈ સાથે ન થવા દે
Team VTV03:10 PM, 03 Mar 20
| Updated: 04:47 PM, 03 Mar 20
સરદારનગર વિસ્તારમાં રહેતા યુવકને કંબોડિયા લઇ જઈ હોટલમાં ગોંધી રાખી ચાર વ્યક્તિએ રૂ.૧૩ લાખ પડાવ્યા હોવાની ઘટના બનતાં ચકચાર મચી ગઈ છે. સરદારનગર વિસ્તારમાં આવેલ ન્યૂ પુષ્પકમાં રહેતા જિજ્ઞેશને આજથી છ મહિના પહેલાં કેનેડા જવાની ઈચ્છા હતી, જેથી તેને કેનેડાના વિઝા જોઈતા હતા.
યુવકને કેનેડાના નામે કંબોડિયા લઈ જવાયો
યુવકને હોટલમાં ગોંધી રાખી ૧૩ લાખ પડાવ્યા
સરદારનગરના યુવકે ચાર સામે ફરિયાદ નોંધાવી
આથી જિજ્ઞેશના સંબંધીએ નિકોલમાં રહેતા ભદ્રેશ પટેલનો સંપર્ક કર્યો હતો અને ભદ્રેશ વિઝા પરિમટનું કામ કરતો હોવાથી જિજ્ઞેશને મળ્યો હતો. ત્યારબાદ આશિષે તેના મોટા ભાઈને કહ્યું કે આવવા-જવાનો તમામ ખર્ચ ભદ્રેશ કરશે. તે પછી તા ર૬-૧૧-ર૦૧૯ના રોજ આશિષ, તેના મોટા ભાઈ ને ભાભી કંબોડિયા ગયા હતા.
જ્યાં ભદ્રેશ અને તેના સંબંધીનો દીકરો કંબોડિયા મળ્યા હતા. ત્યારબાદ જિજ્ઞેશ, તેની પત્ની અને તેના નાના ભાઈને એક હોટલમાં રોકાવાનું કહ્યું હતું. તે પછી ભદ્રેશ જિજ્ઞેશ પાસે આવીને તમારા પાસપોર્ટ આપવા પડશે, સાંજે પાછા મળી જશે તેમ કહીને પાસપોર્ટ લઇ ગયો હતો. ત્યારબાદ જિજ્ઞેશની પરત ટિકિટ ભારતની હતી.
ભદ્રેશે કહ્યું કે વિઝા માટે હજુ બે દિવસ લાગશે. આમ કહ્યા બાદ જિજ્ઞેશ અને આશિષે વિઝા જોઈતા નથી, પાસપોર્ટ પાછા આપી દો તેમ કહ્યું, પરંતુ ભદ્રેશ પાસપોર્ટ આપતો ન હતો અને બે દિવસમાં પાસપોર્ટ આપી જઈશ તેમ કહીને નીકળી ગયો હતો.
ભદ્રેશ જિજ્ઞેશને ત્યાંની આિશયા હોટલમાં લઇ ગયો હતો. ત્રણ દિવસ પછી ભદ્રેશ તેની સાથે નિસર્ગ પટેલને લઈ આવ્યો હતો, જ્યાં ભદ્રેશે જિજ્ઞેશને વીસ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહેતાં જિજ્ઞેશે કહ્યું કે વિઝા બતાવો, કેનેડા ઊતર્યા બાદ પેમેન્ટની વાત થઇ હતી, જેથી નિસર્ગે જિજ્ઞેશને ધમકી આપી કહ્યું કે કંબોડિયન છોકરી સાથે બળાત્કારના કેસમાં જેલમાં પુરાવી દઈશ. જિજ્ઞેશને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો.
ભદ્રેશે વિઝા પર ખોટાં સ્ટિકરવાળા વિઝા બતાવીને પૈસાની માગણી કરી હતી. પરંતુ જિજ્ઞેશના ભાઈએ વિઝા ચેક કરતાં ખોટા વિઝા હોવાનું જાણવા મળ્યું હતું. ભદ્રેશ અનેં નિસર્ગે આશિષને કહ્યું કે જો પૈસા જમા નહીં કરાવો તો ખોટા કેસમાં ફસાવી દઇશું. ત્યારબાદ ભદ્રેશના ખાતામાં બાર લાખ રૂપિયા નાખ્યા હતા. વધુ પૈસા માગતાં છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી.