બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ahmedabad women suicide jump from 13th floor she put on old men also dead

આપઘાત / લો બોલો! અમદાવાદમાં મહિલાએ 13મા માળેથી છલાંગ લગાવીને નીચે ઉભેલા વૃદ્ધ પર પડતાં બંનેના મોત

Last Updated: 02:46 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક અજીબો ગરીબ આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ 13માં માળથી પડતુ મુક્યુ હતુ. રસ્તે ચાલી રહેલા વૃધ્ધ ઉપર પડતા વૃધ્ધ અને મહિલા બંનેના માત થયા છે.

  • ખોખરામાં માનસિક અસ્થિર મહિલાની મોતની છલાંગ
  • અમરાઈવાડી પોલીસે શરૂ કરી તપાસ
  • વહેલી સવારે બની ઘટના

ખોખરાના પરિષ્કાર ફ્લેટના 13માં માળેથી એક મહિલાએ આપઘાત માટે છલાંગ લગાવી હતી. બરાબર એ જ વખતે એક વૃધ્ધ સવાર સવારમાં મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. મહિલા સીધી

શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર ફ્લેટમાં આજે જવલ્લેજ બને એવી વિચિત્ર ધટના બની છે. ફલેટના 13મા માળેથી આત્મહત્યા કરવા કૂદેલી મહિલા વોક લઇને ઘેર જઇ રહેલા વૃદ્ધ પર પડતાં બંનેનાં મોત થયાં છે.

શહેરમાં નદીમાં ઝંપલાવીને તેમજ ગળેફાંસો ખાઇને, ઝેરી દવા પીને અથવા તો ફ્લેટ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના અનેક કિસ્સાઓ શહેરમાં રોજબરોજ બની રહ્યા છે. પરંતુ આજે સવારે એક એવી આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં મરનાર વ્યકિત સાથે અન્ય એક વૃદ્ધને પણ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. 

30 વર્ષિય પરિણિતા હતી પરેશાન
ખોખરા વિસ્તારમાં આવેલ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પરિષ્કાર ફ્લેટના 13મા માળેથી છલાંગ લગાવીને એક પુત્રની માતા એવી 30 વર્ષિય મમતાબહેન હંસરાજભાઇ લીલાધરે જીવન ટુંકાવ્યું છે. મમતાબહેનના મોત સાથે તે જ ફ્લેટના બીજા માળે રહેતા અને નિવૃત થયેલા શિક્ષક બાલુભાઇ દીવાનજી કામિતનું પણ મોત થયું છે. 

મોર્નિંગ વોક લઈને આવ્યુ મોતનો પૈગામ
મમતાબેને 13 માળેથી છલાંગ લગાવી ત્યારે બાલુભાઇ મોર્નિંગ વોક કરીને પોતાના ઘરે જતા હતા. બાલુભાઇ પાર્કિંગમાં પહોંચે તે પહેલાં મમતાબહેન તેમના પર પડ્યાં હતાં. મમતા બાલુભાઇ પર પડતાં બન્ને જણાનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. બાલુભાઇ નિવૃત શિક્ષક છે અને તેમના પરિવાર સાથે રહે છે અને રોજ મોર્નિંગ વોક માટે જાય છે. 

ભાઈને ઘરે આવી હતી પરિણિતા પણ ડિપ્રેશને લીધો ભોગ
મમતાબહેન સુરતના રહેવાસી છે. મમતાબહેન તેમના પુત્ર અને પતિ હંસરાજ સાથે સુરતમાં રહે છે. મમતાબહેન માનસિક રોગથી પિડાતાં હોવાથી તેમની સારવાર અમદાવાદમાં ચાલતી હતી. બે દિવસ પહેલા પરિષ્કાર ફ્લેટના 13મા માળે રહેતા તેમના ભાઇ રાજેન્દ્રપ્રસાદ સત્યનારાયણ ભૂતડાના ઘરે આવ્યાં હતાં. બીમારીથી પીડાતા મમતાબહેને પોતાનું જીવન ટુંકાવી દેવાનો નિર્ણય કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા ભેગા થયા ટોળેટોળા
બીમારીના કારણે છેલ્લા ઘણા દિવસોથી તે ડિપ્રેશનમાં રહેતાં હતાં. જેના કારણે તેમના ઘરમાં ઝઘડા પણ થતા હોવાનું સામે આવ્યું છે. મમતાબહેન અને બાલુભાઇના મોતથી ફ્લેટના રહીશો દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. 

પોલીસે શરૂ કર્યો તપાસનો દોર
પોલીસને આ ઘટનાની જાણ થતા તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઘટનાથી નવરાત્રિ પર્વ માતમમાં ફેરવાઇ જતાં લોકોએ પોતાનું દુખ વ્યકત કર્યું હતું. પોલીસે મમતાબહેન તેમજ બાલુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે ત્યારે મમતાબહેનનાં મોત મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad sucide અમદાવાદ અમરાઈવાડી આપઘાત મહિલા વૃધ્ધ Suicide
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ