બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad woman's serious allegation on AMC officers

VIDEO / પ્રેમથી કીધું હોત કે CM સાહેબ આવે છે તો જતી રહેત પણ...: AMCના દબાણ શાખાના અધિકારી પર વિકલાંગ મહિલાનો ગંભીર આક્ષેપ

Malay

Last Updated: 09:29 AM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ટી સ્ટોલ ચલાવતી મહિલાનો AMCના અધિકારી અને પોલીસ જવાનો સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રડતા-રડતા વિકલાંગ મહિલાએ AMCના દબાણ શાખાના અધિકારીઓ પર આક્ષેપો કર્યા છે.

 

  • દબાણ શાખાના અધિકારીઓનું ઉદ્ધતાઈભર્યું વર્તન
  • વિકલાંગ મહિલા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન
  • વિકલાંગ મહિલાને કેમ હેરાન કરવામાં આવે છે?

અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવતી વિકલાંગ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં AMCના અધિકારી અને પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલાએ પોતાની વ્યથા ઠાલવી છે. વીડિયોમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, દબાણ શાખાના અધિકારી દરેક લારીવાળા પાસેથી હપ્તા ઉઘરાવે છે. 

વિકલાંગ મહિલાનો વીડિયો વાયરલ
વીડિયોમાં રડતા રડતા મહિલા જણાવી રહી છે કે, 'વિકલાંગ દીકરીને તમે હેરાન પરેશાન કરો છે. તમે એટલું કહ્યું હોત કે બહેન આજે CM સાહેબ આવે છે, તમે જતા રહો તો હું જતી રહેત. મને કોઈએ પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે, હું પણ રિસ્પેક્ટ કરું છું અને કોઈનું ખરાબ નથી કરતી. આટલી બધી લારીઓ ચાલે છે એ કોઈને નથી હટાવતા દરરોજ મને હેરાન કરવા માટે આવે છે.'  

દબાણ શાખાના અધિકારી દરેક લારીવાળા પાસેથી હપ્તા ઉઘરાવે છેઃ મહિલા
મહિલાએ કહ્યું કે, 'પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે બહેન આજે જતી રે, આવતીકાલે આવી જજે તો હું ના પાડત. મારી પાસે રેકોર્ડિંગ છે, હપ્તા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઊભી રાખવા દે છે. એમનો માણસ કહીને ગયો કે કાલે લારી ન રાખતા AMCવાળા આવવાના છે. આજે એકપણ લારી નથી આવી. તમે આજ પોલીસ સ્ટેશનમાં હોયને તો જોજો દરરોજ અહીંયા લારીઓ ઊભી રહે છે. હું ખોટી નથી, હું સાબિતી વગર નથી બોલતી અને પગ નથી આવી દીકરીને હેરાન કરો છો.' 

મને ગુજરાતના લોકો સપોર્ટ કરી રહ્યા છેઃ મહિલા
વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે, 'અહીંયા મારા માં-બાપ સાથે બેસું છું, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી અને ગુજરાતની બધી પબ્લિક મને સપોર્ટ કરવા આવે છે. દરરોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. હું આપઘાત ન કરું અને ડિપ્રેશનમાં ન આવું એટલે અહીંયા આવી છું.' 

સળગતા સવાલ
- દબાણ શાખાના અધિકારીઓ વિકલાંગ મહિલાને કેમ હેરાન કરે છે?
- મહિલાને ટી સ્ટોલ હટાવવાનું કેમ કહેવામાં આવે છે?
- મહિલા ટી સ્ટોલ હટાવશે તો મહિલાનું ઘર કેવી રીતે ચાલશે?
- ઉદ્ધતાઈભર્યું વર્તન કરનારા અધિકારીઓ મહિલાની તકલીફ કેમ નથી સમજતા?
- મહિલાએ કરેલા આક્ષેપમાં કેટલું તથ્ય છે?
- શું મનપાના દબાણ શાખાના અધિકારીઓ હપ્તો લેવાનું કામ કરે છે?
- હપ્તો લીધા બાદ પણ ટી સ્ટોલ હટાવવાનું કેમ કહેવામાં આવે છે?

સંકળાયેલા મુદ્દાઓ

AMC officers Ahmedabad Municipal Corporation Ahmedabad news Women Video viral અમદાવાદ ન્યૂઝ મહિલાનો વીડિયો વાયરલ Bullying of amc
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ