અમદાવાદમાં પરિણીતાએ આપઘાત કરતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ઘાટલોડિયામાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. જેમાં પતિ-સાસરિયા દ્વારા માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મહિલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો
આપઘાત પહેલાં ડાબા પગના સાથળ પર સુઈસાઈટ નોટ લખી
અપમૃત્યુ માટે પતિ અને સાસરિયાને ગણાવ્યા જવાબદાર
ઘાટલોડિયાની દેવકુટીર સોસા.માં રહેતા ઓર્થોપેડિક સર્જનની પત્નીએ આંગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં ડાબા પગના સાથળ પર પેનથી લખ્યું હતું કે, ‘લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રે તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’ આ લખાણ તેમજ મહિલાના પિતાની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે સર્જન અને તેનાં માતાપિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
કેવી રીતે થયા લગ્ન?
ઓઢવમાં રહેતા નાનજીભાઈ પટેલની ફરિયાદ મુજબ, તેમની દીકરીનાં લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ગત ઓગસ્ટમાં થયાં હતાં. લગ્ન બાદ સાસુ અને સસરા દીકરીને પરેશાન કરી કહેતાં કે ‘અમે અમારી છોકરીને દહેજમાં 25 તોલા સોનું આપ્યું છે, તું માત્ર 5 તોલા જ લાવી છું.’ આ અંગે દીકરીએ પતિ હિતેન્દ્રને ફરિયાદ કરે તો તે માતા-પિતાનો પક્ષ લઈ દીકરીને મારઝૂડ કરતો, જેથી કંટાળીને દીકરીએએ આપઘાત કરી લીધો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
સુસાઈડ નોટ અને મહિલાના પિતાની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે સર્જન અને તેનાં માતાપિતા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.