બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad will now get rid of the permanent road problem

પ્રોજેક્ટ / હવે અમદાવાદીઓને મળશે ઉબડખાબડ રોડથી 'મુક્તિ'! તૈયાર કરાયું રૂ. 9500 કરોડનું બજેટ

Malay

Last Updated: 04:48 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસના ડ્રાફ્ટ બજેટમાં ચોમાસામાં તૂટી જતા રોડની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાના રોડ પ્રોજેક્ટ પર વિશેષ ભાર મુકાયો છે.

  • અમદાવાદમાં રોડની કાયમી સમસ્યાથી હવે મળશે ‘મુક્તિ’
  • નવી ટેક્નોલોજી આધારિત વધુમાં વધુ રોડ બનાવવા પર ભાર મુકાશે
  • છેલ્લા બજેટના મોટા ભાગના પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાનો શાસકોનો દાવો

31 જાન્યુઆરી, 2023એ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24 માટેનું રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં સુધારા-વધારા સૂચવતું આશરે રૂ. 9500 કરોડનું સુધારિત બજેટ આવતીકાલે સવારે 11.00 વાગ્યે શહેરના ભાજપના શાસકો દ્વારા રજૂ કરાશે, જેમાં વિવિધ પ્રોજેક્ટ ઉપરાંત ખાસ તો રોડની કાયમી સમસ્યામાંથી અમદાવાદીઓને મુક્તિ મળે તેવા પ્રોજેક્ટ પર શાસકો ખાસ ભાર મૂકવાના છે. શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવાં વિવિધ કારણોસર રોડ તૂટી જવાથી દર ચોમાસામાં લોકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે, જેનાથી હવે લોકોને ખાસ્સી એવી રાહત મળે તેવી નવી ટેક્નોલોજી આધારિત વધુ ને વધુ રોડ બનાવવાની બાબત પર ભાજપના સત્તાધીશોએ સુધારિત બજેટમાં ભાર મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના આ વિસ્તારોમાંથી પસાર થવું એક ખતરા વાળી ચેલેન્જ સમાન, રોડ 'હતા' થઇ  ગયા, અધિકારીઓ અને કોર્પોરેટર છૂમંતર | Roads in Naroda and Lambha areas in  poor ...
પ્રતિકાત્મક તસવીર

વધુ 16 રોડ બનાવવાની જાહેરાત ડ્રાફ્ટ બજેટમાં કરાઈ
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના ડ્રાફ્ટ બજેટમાં પણ ચોમાસામાં તૂટી જતા રોડની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાના રોડ પ્રોજેક્ટ પર વિશેષ ભાર મુકાયો છે. રોડનું લેવલ ઊંચું ન થાય તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં નવેસરથી વધુ ખોદકામ કરી નવો કોંક્રીટ રોડ બનાવવાની કામગીરી શહેરી વિસ્તારમાં ખૂબ અઘરી હોઈ તંત્રે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની બાબતને મહત્ત્વ આપવા માંડ્યું છે. શહેરમાં અત્યારે ગુરુકુળ સહિત ત્રણ જગ્યાએ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. હવે આ પદ્ધતિથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં વધુ 16 રોડ બનાવવાની જાહેરાત ડ્રાફ્ટ બજેટમાં કરાઈ છે. આશરે 15 કિમી લંબાઈના આ રોડને વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. 45 કરોડ ખર્ચાશે.

અમદાવાદમાં તંત્રની હેલ્પલાઇનને જ મદદની જરૂર: ફરિયાદ બાદ 7-8 દિવસ સુધી નથી  થતું કામ | VTV News did a reality check on AMC's helpline number

ડ્રાફ્ટ બજેટમાં પાંચ જગ્યાએ આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત 
ભાજપના સત્તાધીશોએ પણ નાગરિકોને રોડની કાયમી સમસ્યાથી મુક્તિ અપાવવા પોતાના સુધારિત બજેટમાં અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટોની સાથે વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી કોંક્રીટ રોડ બનાવવાની દિશામાં વિશેષ પ્રકારનું આયોજન ઘડી કાઢ્યું છે. અમદાવાદની સુંદરતામાં વધારો કરવા તેમજ દેશ-વિદેશથી અવારનવાર વિભિન્ન કાર્યક્રમો માટે અમદાવાદ આવનારા લોકોમાં શહેરમાં પ્રવેશતાં જ તેની આગવી છબી ઊભી થાય તે માટે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા ડ્રાફ્ટ બજેટમાં પાંચ જગ્યાએ આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં સ્માર્ટ પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટિંગ એરેન્જમેન્ટ, સાઇકલ ટ્રેકિંગ, ઈલેક્ટ્રિક વિહિકલની ચાર્જિંગ ફેસિલિટી વગેરે ઉપલબ્ધ કરાશે. ભાજપના શાસકોએ પણ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ રિંગરોડ સાથે જોડાયેલા મુખ્ય રોડને વિશિષ્ટ આકર્ષણ ઉદ્ભવે તે માટે સિટી પોઇન્ટ તરીકે ડેવલપ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે એટલે શહેરીજનોને વધુ આઇકોનિક રોડની ભેટ શાસકો દ્વારા અપાનાર છે.

ચાલુ નાણાકીયમાં રજૂ કરાયું હતું 8807 કરોડનું સુધારિત બજેટ
ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા રૂ.8807 કરોડનું સુધારિત બજેટ રજૂ કરાયું હતું. તત્કાલીન મ્યુનિ. કમિશનરના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 232 કરોડનાં વિકાસકામો સહિત શાસકોએ રૂ. 696 કરોડના સુધારા સૂચવ્યા હતા. છેલ્લા બજેટના મોટા ભાગના પ્રોજેક્ટ પ્રગતિમાં હોવાનો દાવો શાસક પક્ષ દ્વારા કરાયો છે. 

સુધારિત બજેટ વાસ્તવલક્ષી હશે
શહેરના વર્તમાન શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ 2023-24ના સુધારિત બજેટને વાસ્તવલક્ષી બજેટ તરીકે પ્રજા સમક્ષ મુકાશે તેવો દાવો પણ કરાયો છે  એટલે લોકોને ઝાકમઝોળ કે ભપકાદાર એવા ફૂલગુલાબી બજેટના બદલે યથાર્થ સ્થિતિ રજૂ કરનારું બજેટ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation Amc budget 2023 ahmedabad corporation budget 2023 ahmedabad gujarati news અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ 2023 ahmedabad budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ