અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ગાઢ ધુમ્મસને કારણે એક સાથે 20થી 25 ગાડીઓના અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા જતી ગાડીઓ એક પછી એક અથડાઈ છે.
બે દાયકા બાદ આટલુ ગાઢ ધુમ્મસ
વડોદરાના ડેસમાં ગાઢ ધુમ્મસ છવાયું છે જેને લીધે માર્ગ પર સામસામે દેખાતું ન હોવાથી વાહનવ્યવહાર થંભી ગયો છે. ડેસરથી કપડવંજ, કડી, ઊંઝા જતા લોકોએ મુસાફરી રદ કરવી પડી છે. ડેસરમાં દાયકાઓ બાદ આટલી હદે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.