બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 108 ઈમરજન્સી કોલમાં વધારો, વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા 3345 કોલ

ગુજરાત / અમદાવાદમાં 108 ઈમરજન્સી કોલમાં વધારો, વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા 3345 કોલ

Last Updated: 10:19 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 જાન્યુઆરીના દિવસે સાંજે 6 વાગ્યા સુધી 108 પર 3345 કોલ નોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 303 કોલ વધુ છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવીને મજા માણે છે. જે પૈકી ઘણા લોકો પતંગ ઉડાડવામાં ચાઈનીઝ દોરી અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરે છે અને બીજાની પતંગની દોર કાપવાની મજા માણે છે. પરંતુ આ મજા અનેક લોકો માટે અને પશુ-પક્ષીઓ માટે સજા સમાન બની જાય છે. ઉત્તરાયણના પર્વ પર હેલ્પલાઈન નંબર 108 પર નોંધાયેલા ઈમર્જન્સી કોલ પરથી આનો ખ્યાલ આવે છે.

108

108 પર 3345 કોલ નોંધાયા

15 જાન્યુઆરીના દિવસે સાંજે 6 વાગ્યે 108 પર 3345 કોલ નોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 303 કોલ વધુ છે. આ કોલમાં દોરી વાગવા સહિતના અન્ય ઈમર્જન્સીના કોલ હતા. કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં 1119 કેસ નોંધાયા છે. જે પૈકા 846 પશુના અને 273 પક્ષીઓના કોલ હતા.

PROMOTIONAL 12

આ પણ વાંચો: રાજકોટમાં અસામાજીક તત્વોની દાદાગીરી, અંગત અદાવતમાં જીવલેણ હુમલો, જુઓ CCTV વીડિયો

પતંગની દોરી અબોલ પશુઓ માટે સજા

ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવીને મજા માણતા હોય છે પરંતુ આજ પતંગની દોરી અબોલ પશુઓ માટે સજા બની જાય છે. પતંગોત્સવમાં એકતરફ લોકો એકબીજાની પેચ કાપી રહ્યા હતા તો બીજીબાજુ પશુ પક્ષીઓ સહિત લોકોના જીવનની ડોર કપાઈ રહી હતી. અમદાવાદના પાંજરાપોળમાં આ વર્ષે 14 જાન્યુઆરીએ 5 હજાર જેટલા પક્ષીઓ ઘવાયા.જે વર્ષ 2023 કરતા 470 વધુ છે. સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા. સુરત, રાજકોટ અને વડોદરામાં વધુ કેસ નોંધાયા છે. 15 જાન્યુઆરી બપોર સુધી 125 કોલ મળ્યા હતા. ત્યારે વાઈલ્ડ લાઈફ સેન્ટરમાં મુંબઇ અને ગોવા સહિતના 20 ડોકટરોની ટીમે કામગીરી હાથ ધરી હતી. અને અલગ અલગ શહેરમાં પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

108 Emergency Call Uttarayan 108 Emergency Call Uttarayan Emergency Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ