બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાહેબ 200 રૂપિયા જ છે, જવા દો ને! એવું નહીં ચાલે, હવેથી ઇ-મેમો પણ ઓન ધ સ્પોટ ભરવાની સુવિધા શરૂ કરાઇ

આધુનિક / સાહેબ 200 રૂપિયા જ છે, જવા દો ને! એવું નહીં ચાલે, હવેથી ઇ-મેમો પણ ઓન ધ સ્પોટ ભરવાની સુવિધા શરૂ કરાઇ

Last Updated: 08:49 AM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વાહનચાલકો નિયમોનો ભંગ કરે તો તેમને સ્થળ પર જ સમાધાન પાવતી આપવામાં આવતી અને દંડ સ્થળ પર જ વસુલવામાં આવતો હતો. ત્યાર બાદ સ્થળ પર મેમો ન આપવા પણ ચાર રસ્તા પર લાગેલા ટ્રાફીક કેમેરા અથવા તો પોલીસ અધિકારી ફોટા પાડીને ઓનલાઇન દંડ ફટકારી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી.

Ahmedabad Police : અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે આધુનિકતાનો અંચળો ઓઢવા જઇ રહી છે. હવે તમે રોકડા નથી તેવું બહાનું નહી બનાવી શકો કારણ કે પોલીસ સામદામ,દંડ,ભેદ બાદ હવે ડિજિટલી પણ તમારી પાસેથી દંડ વસુલશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ માત્ર વાહનચાલકોને સ્થળ પર ફોટો પાડીને ઇ-મેમો અપાતો હતો. જો કે તે દંડ ભરવાની પ્રક્રિયા ઓનલાઇન તો હતી પરંતુ હવે સ્થળ પરથી જ દંડ વસુલી શકાય તેમ છે. હવે QR કોડ પણ શરૂ કરી દેવાયા છે. જે વાહનચાલકો નિયમનો ભંગ કરશે તેને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે. ત્યાર બાદ ક્યુઆર કોડ પણ આપવામાં આવશે. ઇચ્છો તો તત્કાલ દંડ ભરો, ઇચ્છો તો ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો.

અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ

અમદાવાદમાં વાહનચાલકો નિયમોનો ભંગ કરે તો તેમને સ્થળ પર જ સમાધાન પાવતી આપવામાં આવતી અને દંડ સ્થળ પર જ વસુલવામાં આવતો હતો. ત્યાર બાદ સ્થળ પર મેમો ન આપવા પણ ચાર રસ્તા પર લાગેલા ટ્રાફીક કેમેરા અથવા તો પોલીસ અધિકારી ફોટા પાડીને ઓનલાઇન દંડ ફટકારી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ મેમો વાહન માલિકને 1 દિવસની અંદર મળતો ત્યાર બાદ તે ઇચ્છે તો નજીકનાં ટ્રાફીક પોલીસ સ્ટેશન અથવા તો ઓનલાઇન માધ્યમથી મેમો નાણા આપી શકતા હતા. જો કે વાહન માલિકો ઓનલાઇન મેમો ભરતા નહોતા. જેનાં કારણે અબજો રૂપિયાનાં મેમો અનપેઇડ હતા. બીજી તરફ પોલીસની પકડ પણ ઢીલી પડી રહી હતી કારણ કે લોકો કહેતા તમે ફોટો પાડી લો અમને જવા દો અમે મેમો ઓનલાઇન ભરી દઇશું. જેથી ટ્રાફિક પોલીસે નવો પ્રયોગ શરૂ કર્યો છે જેથી "ટ્રાફીક પર ફરી પકડ" બનાવી શકાય.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘમહેર, 10થી વધુ જિલ્લામાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર

ટ્રાફિક પોલીસ હવે ઓનલાઇન સ્થળ પર જ વસુલી કરશે

હવે ટ્રાફિક પોલીસ વાહનચાલકોને નિયમના ભંગ કરવા બદલ અટકાવીને પહેલા ફોટો પાડવામાં આવશે અને પછી ક્યુઆર કોડ આપવામાં આવશે. ફોટો પાડતાની સાથે જ વાહનચાલકોના નંબર પર મેસેજ આવશે. વાહનચાલક ઇચ્છે તો સ્થળ પર મેમો ભરી શકશે. પોલીસ પાસે ક્યુઆર કોડ ઉપરાંત ઓનલાઇન મશીન પણ રહેશે. જેમાં QR અને કાર્ડ પેમેન્ટ બંન્ને કરી શકશે.

પરિસ્થિતિ સાથે પોલીસ પણ ઓનલાઇન

સમગ્ર ગુજરાતની ટ્રાફિક પોલીસ આધુનિક થતી જઇ રહી છે. જેમાં સાદા મેમોને બદલે ઇ મેમો આપવાની શરૂઆત થઇ ગઇ હતી. ટ્રાફીક પોલીસ ફોટો પાડીને તત્કાલ ઇમેમો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વાહનચાલકોને ફોટો પાડીને પણ તાત્કાલિક ઈ-મેમો આપવામાં આવે છે. સીસીટીવી કેમેરામાં પણ નિયમ ભંગ કરનાર વાહનચાલકોને ફોટો દ્વારા મેમો અપાતો હતો. હવે ક્યુઆર દ્વારા પણ પોલીસ પેમેન્ટ સ્વિકારશે જેથી અનપેઇડ મેમોની સંખ્યા ઘટાડી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Police accept payment by QR code on the spot Police accept payments online Ahmedabad Traffic Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ